ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

7.43 લાખ નકલી મનરેગા જોબ કાર્ડ કાઢવામાં આવ્યા, યુપીમાં સૌથી વધુ !

  • ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 2.96 લાખ જેટલા નકલી જોબ કાર્ડ કાઢવામાં આવ્યા
  • 2021-22માં મનરેગા કાર્ડની સંખ્યા આશરે 3.06 લાખ જેટલી રહેલી છે

નવી દિલ્હી, 10 ડિસેમ્બર : કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022-23માં 7,43,000 નકલી મનરેગા જોબ કાર્ડ કાઢવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના 2.96 લાખ જેટલા ઉત્તર પ્રદેશના હતા તેમ કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું. 2021-22માં કાઢી નાખવામાં આવેલા આ કાર્ડની સંખ્યા આશરે 3.06 લાખ હતી, જે 2022-23માં કાઢી નાખવામાં આવેલી સંખ્યા કરતાં લગભગ અડધી હતી.

 

આ અઠવાડિયે એક પ્રશ્નના લેખિત જવાબમાં ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ નકલી જોબ કાર્ડ્સ પર ડેટા શેર કર્યો હતો જે દર્શાવે છે કે, 2022-23માં 7,43,457 નકલી જોબ કાર્ડ અને 2021-22માં 3,06,944 કાઢી નાખવામાં આવ્યા હતા. જોબ કાર્ડ નકલી હોવાના કારણે સૌથી વધુ સંખ્યામાં ઉત્તર પ્રદેશનો હિસ્સો છે. ઉત્તર પ્રદેશમાં 2021-23માં 67,937 નકલી જોબ કાર્ડ કાઢી નાખવામાં આવ્યા હતા અને 2022-23માં આ સંખ્યા વધીને 2,96,464 થઈ ગઈ હતી.

ઓડિશા નકલી જોબ કાર્ડ્સ કાઢવામાં બીજા ક્રમે

ઓડિશા 2022-23માં 1,14,333 જોબ કાર્ડ અને 2021-22માં 50,817 જોબ કાર્ડ્સ સાથે બીજા ક્રમે છે. ક્યારે મધ્ય પ્રદેશમાં, ગયા નાણાકીય વર્ષમાં 27,859 અને 2021-22માં 95,209 નકલી જોબ કાર્ડ કાઢી નાખવામાં આવ્યા હતા. બિહારના અનુરૂપ આંકડા 80,203 અને 27,062 હતા તો ઝારખંડમાં, 2022-23માં 70,673 અને અગાઉના વર્ષે 23,528 જોબ કાર્ડ કાઢી નાખવામાં આવ્યા હતા.

આંધ્ર પ્રદેશમાં 2021-22માં કાઢી નાખવામાં આવેલા નકલી જોબ કાર્ડની સંખ્યા 1,833 હતી, તે ગયા નાણાકીય વર્ષમાં અનેક ગણી વધીને 46,662 થઈ ગઈ છે. રાજસ્થાનમાં 2022-23માં 45,646 નકલી જોબ કાર્ડ અને 2021-22માં 14,782 નકલી જોબ કાર્ડ કાઢી નાખવામાં આવ્યા હતા.

પશ્ચિમ બંગાળ કે જ્યાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) ની ચૂકવણી છેલ્લા બે વર્ષથી ભ્રષ્ટાચારના આરોપોને કારણે પેન્ડિંગ છે, ત્યાં 2022-23માં 5,263 અને 2021-22માં 388 નકલી જોબ કાર્ડ કાઢી નાખવામાં આવ્યા હતા.

મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ લોકસભામાં જવાબ આપતા શું જણાવ્યું ?

મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ જણાવ્યું હતું કે, જોબ કાર્ડ કાઢી નાખવું અને અપડેટ કરવું એ “સતત પ્રક્રિયા” છે અને અધિનિયમની કલમ 25 મુજબ, જે કોઈ તેની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને દોષિત ઠરે તે દંડ માટે જવાબદાર રહેશે જે 1,000 રૂપિયા સુધીનો હોઈ શકે છે તેમજ, નકલી જોબ કાર્ડ નીકળતા અટકાવવા માટે લાભાર્થીઓના ડેટાબેઝના ડી-ડુપ્લિકેશન માટે આધાર સીડીંગને ફરજિયાત બનાવવામાં આવ્યું છે.” આ દરમિયાન, 2022-23માં 6,47,8345 નવા જોબ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા,

મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ અન્ય એક પ્રશ્નના લેખિત જવાબમાં લોકસભાને માહિતી આપી હતી કે, 2021-22માં, 1,20,63,967 નવા જોબ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા, જ્યારે 2020-21માં, કોવિડ-પ્રેરિત લોકડાઉનના વર્ષમાં 1,91,05,369 નવા જોબ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. ચોમાસા સત્ર દરમિયાન લોકસભામાં ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહ દ્વારા આપવામાં આવેલા જવાબ અનુસાર, 2022-23માં 5.18 કરોડથી વધુ કામદારો ધરાવતા જોબ કાર્ડ કાઢી નાખવામાં આવ્યા હતા, જે 2021-22ની સરખામણીમાં 247.06 ટકાનો વધારો હતો, જ્યારે આ આંકડો 1.49 કરોડથી વધુ હતો

આ પણ જુઓ :માર્ચથી શેર માર્કેટમાં એક જ દિવસમાં સોદો પૂર્ણ થાય તેવી પ્રક્રિયા અમલ કરવાની SEBI ની યોજના

Back to top button