હાલ દેશમાં આત્મહત્યાની સંખ્યામાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા વ્યાપારી સહિતનાં વર્ગમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. નેશનલ ક્રાઈમ રિપોર્ટ બ્યુરોના નવા રિપોર્ટ મુજબ 2021માં દેશમાં પ્રતિ 10 લાખમાં 120 લોકોએ આત્મહત્યા કરી હતી જે તેના અગાઉના વર્ષ કરતાં 6.1 ટકાનો વધારો નોંધાયો છે અને અત્યાર સુધીના સૌથી વધુ લોકોએ 2021માં આત્મહત્યા કરી હોવાનું જાહેર થયું છે.
2021 માં આત્મહત્યાની ઘટના
છેલ્લા 1 વર્ષમાં સૌથી વધુ આત્મહત્યાના કેસ વિદ્યાર્થીઓ અને નાના વ્યાપારી તથા સ્વરોજગાર ધરાવનારા લોકોમાં નોંધાય છે. આ ડેટા દર્શાવે છે કે 2021માં કુલ 1,64,033 લોકોએ આત્મહત્યા કરી હતી જ્યારે 2021માં તે સંખ્યા 1,53,052 હતી. અને 2019માં તે 1,39,000 હતી. આમ દેશમાં સરેરાશ 10 લાખ લોકોએ 120 લોકો આત્મહત્યા કરે છે. 2021 ના આંકડા 2020ની સરખામણીમાં 7.2 ટકાથી વધારે છે.
આ ઉપરાંત કોરોના કાળ પછી જે વ્યાપાર અને ધંધામાં મંદીનો માહોલ છવાયો હતો તેના કારણે તથા શિક્ષણ વ્યવસ્થાને જે રીતે અસર થઇ હતી અને ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ વચ્ચે વિદ્યાર્થીઓમાં સતત દ્વિધા થઇ હતી. જેના કારણે બંને વર્ગમાં આત્મહત્યાનું પ્રમાણ ઊંચુ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : ઝારખંડમાં ધોરણ 12ની વિદ્યાર્થીનીને જીવતી સળગાવી દીધી, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી અંતિમયાત્રા
ક્યા ક્ષેત્રમાં સૌથી વધુ થઈ આત્મહત્યા
નેશનલ ક્રાઈમ રિપોર્ટના જણાવ્યા મુજબ ભારતમાં આત્મહત્યા અંગે એક સામાજિક નેટવર્કની જરુર છે જે હજુ આશાસ્પદ વિદ્યાર્થીઓમાં નિરાશાનું પ્રમાણ ઘટાડી શકે. વૃધ્ધોની મોટાભાગની આત્મહત્યામાં આર્થિક સંકડામણ અથવા જીવનથી કંટાળી જવાને કારણે નોંધાયું છે. દેશમાં આત્મહત્યામાં મહિલાઓનું પ્રમાણ ઉંચુ રહ્યું છે પરંતુ હવે તબકકાવાર આ ભેદભાવ પણ ઘટતો જાય છે. ખાસ કરીને શિક્ષિતોમાં આત્મહત્યાનું પ્રમાણ વધવા લાગ્યું છે જે પણ એક ચિંતાજનક પ્રવાહ છે.