વર્લ્ડ

ન્યૂઝીલેન્ડમાં 7.0 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સુનામિ માટે એલર્ટ

Text To Speech

છેલ્લા થોડાં મહિનાઓથી વિશ્વભરમાં ભૂકંપનો ડર લાગી રહ્યો છે. ત્યારે ન્યૂઝીલેન્ડમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો હતો.

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટર અંદર હતું. ભૂકંપ બાદ સુનામી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, આ ભૂકંપ ન્યૂઝીલેન્ડમાં ચીનના સમય મુજબ રાત્રે 8.56 કલાકે આવ્યો હતો.

NewZealand earthquake

બીજી તરફ નિષ્ણાતો તરફથી કહેવામાં આવ્યું છે કે, ભૂકંપ દરિયામાં આવ્યો છે તેની સ્થિતિમાં સુનામીની શક્યતા છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભૂકંપના કેન્દ્રથી 300 કિમીની ત્રિજ્યામાં સુનામી આવી શકે છે. સુનામીને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. તમામ સંબંધિત ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.

આ પણ વાંચો : કેનેડા : 700 ભારતીય વિદ્યાર્થીઓને દેશ છોડવા માટે આપી નોટિસ

ફેબ્રુઆરીમાં તુર્કી અને સીરિયામાં ભૂકંપે તબાહી મચાવી હતી

6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. તે સીરિયા અને તુર્કીની સરહદ પર છે. આવી સ્થિતિમાં ભૂકંપના કારણે બંને દેશોમાં ભારે તબાહી સર્જાઈ હતી. જેમાં 50 હજાર લોકોના મોત થયા હતા. અહીં મજબૂત ભૂકંપના કારણે 5,20,000 એપાર્ટમેન્ટ સહિત 1,60,000 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી.

Back to top button