ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

પાંચમા તબક્કામાં 8 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં 695 ઉમેદવારો મેદાનમાં

Text To Speech
  • લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કાનું મતદાન 3 મેના રોજ
  • 8 રાજ્યો સહિત યુટીમાં કુલ 695  ઉમેદવારો મેદાનમાં

HD ન્યુઝ ડેસ્ક, 8 મે: લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કાની ચૂંટણીમાં 8 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના 695 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. લોકસભા ચૂંટણી 2024 માટે પાંચમા તબક્કામાં મતદાન માટે જઈ રહેલા 8 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના 49 લોકસભા સીટ માટે કુલ 1586 ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. આ તમામ 8 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો માટે પાંચમા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 3 મે  હતી. રજીસ્ટર થયેલા થયેલા તમામ ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ કુલ 1586 માંથી  749 ઉમેદવારી ફોર્મ માન્ય થયા છે.

પાંચમા તબક્કામાં, મહારાષ્ટ્રમાં 13  લોકસભા સીટોમાં સૌથી વધુ 512 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 14 લોકસભા સીટ માંથી 466 નામાંકન સાથે,  ઝારખંડમાં 4 જેમાં ઝારખંડના ચત્રા લોકસભા સીટ પર સૌથી વધુ 69 નામાંકન ફોર્મ ભરાયા  હતા, જ્યારે ઉત્તર પ્રદેશના 35 સીટમાંથી લખનઉમાં 67 નામાંકન ફોર્મ ભરાયા  હતા. પાંચમા તબક્કા માટે લોકસભા ચૂંટણી લડનારા ઉમેદવારોની સરેરાશ સંખ્યા 14 છે.

 લોકસભા ચૂંટણી 2024 ની સામાન્ય ચૂંટણીના પાંચમા તબક્કા માટે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ મુજબની વિગતો:

 

રાજ્યો/UT

પાંચમા તબક્કામાં પીસીની સંખ્યા પ્રાપ્ત નામાંકન ફોર્મ્સ ચકાસણી પછી માન્ય ઉમેદવારો ખસી ગયા પછીઅંતિમ હરીફાઈમાં ઉમેદવારો
બિહાર  5 164 82 80
જમ્મુ અને કાશ્મીર 1 38 23 22
ઝારખંડ 3 148 57 54
લદાખ 1 8 5 3
મહારાષ્ટ્ર 13 512 301 264
ઓડિશા 5 87 41 40
ઉત્તર પ્રદેશ 14 466 147 144
પશ્ચિમ બંગાળ 7 163 93 88
કુલ 49 1586 749 695

આ પણ વાંચો: ગુજરાતના વિવિધ શહેરના લોકસભા ચૂંટણીના સવારે 9 વાગ્યા સુધીમાં જાણો મતદાનના આંકડા

Back to top button