મહેસાણામાં 69 વર્ષના વૃદ્ધાને HMP વાયરસનો ચેપ લાગ્યો
- વિજાપુરના વૃદ્ધાને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
અમદાવાદ, 20 જાન્યુઆરી : ગુજરાતમાં HMP વાયરસનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. મહેસાણાના વૃદ્ધાને ચેપ લાગ્યો છે. 69 વર્ષના વૃદ્ધાને HMP વાયરસના ચેપ સબબ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ આ વાયરસના 5 કેસ નોંધાયા હતા હવે આ છઠ્ઠો કેસ નોંધાયો છે.
રાજ્યમાં એક તરફ વાઇરલ અને પાણી જન્ય રોગચાળો ફાટી નિકળતા લોકો વાઇરલ રોગચાળાનો શિકાર બની રહ્યા છે. ત્યારે બીજી તરફ કોરોના વાઈરસ બાદ HMP વાઈરસે ભારે હાલાકી મચાવી છે. એવામાં રાજ્યમાં વધુ એક HMP વાયરસનો કેસ નોંધાયો છે. મહેસાણામાં 69 વર્ષના વૃદ્ધા પોઝીટીવ આવ્યા હતા. તેમને કફ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ HMP વાયરસના 5 કેસ હતા.
રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તા.૪ જાન્યુઆરી ના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MoH, સિવિલ સર્જન, SDH સુપ્રીન્ટેન્ડન્ટને આ વાઇરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો :- પૂર્વ IAS પ્રદીપ શર્માને જમીન પ્રકરણમાં 5 વર્ષની સજા, 50 હજારનો દંડ