ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરત ગ્રામ્યના 69 પોલીસ અધિકારી-કર્મચારીઓને મળશે રોકડ રકમનું પ્રોત્સાહક ઇનામ, જાણો કેમ

Text To Speech

સુરત, 17 ફેબ્રુઆરી : સુરત ગ્રામ્યના કોસંબા વિસ્તારમાં સગીરા પર સામુહિક દુષ્કર્મના ગુનામાં આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કડક સજા અપાવી પીડિતા અને તેના પરિવારને ઝડપી ન્યાય અપાવવામાં પોલીસને સફળતા મળી છે. આ ગુનામાં બારીકાઇથી તપાસ કરી ગુનેગારોને કડક સજા અપાવવા માટે સુરત ગ્રામ્ય પોલીસે કરેલી પ્રશંસનિય કામગીરી બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે 69 પોલીસ અધિકારી-કર્મચારીઓને રૂ.4.85 લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામરૂપે આપવાની જાહેરાત કરી છે.

મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્યના કોસંબા વિસ્તારમાં તા.8મી ઓક્ટોબર 2024ના રોજ એક નિર્દોષ સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. આ ગુનાને અત્યંત ગંભીરતા અને સંવેદનશીલતાથી લઇને સુરત ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને પકડી પાડ્યા હતા. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને શોધી કાઢી તેમના વિરૂધ્ધમાં તમામ મજબૂત પુરાવાઓ એકત્ર કરીને તા.24મી ઓક્ટોબરે એટલે કે માત્ર 15 જ દિવસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કરી દેવામાં આવી હતી.

કોર્ટ દ્વારા આજે આ ગુનાના આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફરમાવામાં આવી છે. પીડિતા તથા તેના પરિવારને માત્ર 130 દિવસમાં ઝડપી અને સચોટ ન્યાય અપાવવામાં જે પોલીસ અધિકારી-કર્મચારીઓએ રાત-દિવસ એક કરીને તપાસ કરી છે તેવા સુરત રેન્જ ડી.આઇ.જીથી લઇને લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સુધીના કુલ 69 પોલીસ અધિકારી-કર્મચારીઓને રૂ.4.85 લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે આપવા તથા પ્રશંસાપત્ર આપવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જાહેરાત કરી છે.

આ પણ વાંચો :- Jio HotStar લોન્ચ થયા પછી, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની મેચ ક્યાં જોઈ શકાશે, વાંચો અહીંયા

Back to top button