ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

નેશનલ ફિલ્મ એવોર્ડના વિજેતાઓની જાહેરાત, જાણો-કોને મળ્યો કયો એવોર્ડ ?

Text To Speech

68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી રહી છે. તેની સાથે પુરસ્કાર જીતનારાઓની નામ પણ જાહેર થઈ ગયા છે.

 

બેસ્ટ એક્ટરની કેટેગરીમાં બોલીવુડના સુપર સ્ટાર અજય દેવગનને ‘તાનાજી’ ફિલ્મ માટે તો સાઉથ સુપરસ્ટાર સૂર્યાને ‘સોરારઈ પોટરુ’ ફિલ્મ માટે બાજી મારી છે. તો બેસ્ટ ગીતકારનો એવોર્ડ ફેમસ રાઈટર મનોજ મુંતશિરે પોતાના નામ કર્યો છે.
કોને મળ્યો કયો રાષ્ટ્રીય એવોર્ડ ?

બેસ્ટ બુક ઓફ સિનેમા- ધ લૉન્ગેસ્ટ કિસ- કિશ્વર દેસાઈ, લેખક
બેસ્ટ નરેશન ‘વૉયસ ઑવર’ અવોર્ડ- શોભા થરૂર શ્રીનિવાસન-ફિલ્મ ‘રૈપ્સોડી ઑફ રેન- મોનસૂન ઑફ કેરળ’ માટે
બેસ્ટ મ્યૂઝીક ડાયરેક્શન- વિશાલ ભારદ્વાજ (1232 કિલોમીટર માટે)
બેસ્ટ ફિલ્મ ઑન ફેમિલ વેલ્યૂઝ- અભિજીત દલવી
મોસ્ટ ફિલ્મ ફ્રેંડલી સ્ટેટ- મધ્યપ્રદેશ
મોસ્ટ ફિલ્મ ફ્રેંડલી (વિશેષ ઉલ્લેખ)- ઉત્તરાખંડ અને યુપી
બેસ્ટ ફિલ્મ ઑન સોશિયલ ઈશ્યૂ- જસ્ટિસ ડિલેટ બટ ડિલિવર્ડ ઔર થ્રી સિસ્ટર્સને સંયુક્ત રૂપે અપાયો
બેસ્ટ ગીતકાર- મનોજ મુંતશિર (સાયના)
બેસ્ટ પોપ્યુલર ફિલ્મ- તાનાજી
બેસ્ટ ફીચર ફિલ્મ- સોસારઈ પોટરુ (તમિલ)
બેસ્ટ એક્ટર- અજય દેવગન (તાનાજી), સૂર્યા (સોરારઈ પોટરુ)
બેસ્ટ હિન્દી ફિલ્મ- તુલસીદાસ (આશુતોષ ગોવારિકર)

આ વખતે શ્રેષ્ઠ ક્રિટિકનો એવોર્ડ કોઈને આપવામાં આવ્યો નથી. ‘ધ લોજેસ્ટ કિસ’ને સિનેમાનો શ્રેષ્ઠ બુક ઓન સિનેમાનો એવોર્ડ મળ્યો છે. તેને કિશ્વર દેસાઈએ લખી છે. વિશાલ ભારદ્વાજને હિન્દીમાં નોન-ફીચર ફિલ્મમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો એવોર્ડ મળ્યો છે.

‘એડમિટ’ને હિન્દી અને અંગ્રેજીમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે.તેના નિર્દેશક ઓજસ્વી શર્મા છે. બેસ્ટ ઇન્વેસ્ટિગેશન ફિલ્મનો એવોર્ડ ‘ધ સેવિયરઃ બ્રિગેડિયર પ્રિતમ સિંહ’ પંજાબીને મળ્યો હતો. તેના ડાયરેક્ટર ડૉ.પરમજીત સિંહ કટ્ટુ છે. ‘બોર્ડરલેન્ડ’ને બેસ્ટ એડિટિંગનો એવોર્ડ મળ્યો છે. ‘પર્લ ઓફ ધ ડેઝર્ટ’ રાજસ્થાનીને બેસ્ટ ઓડિયોગ્રાફીનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ ડિરેક્શનનો એવોર્ડ ઓહ ડેટ્સ ભાનુ (અંગ્રેજી, તમિલ, મલયાલમ અને હિન્દી)ને મળ્યો છે.

કૌટુંબિક મૂલ્યો પર શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ‘કુમકુમારચન’ મરાઠીને મળ્યો છે. કાચિચિનિથુ (‘ધ બોય વિથ અ ગન’)ને બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવી છે. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ ‘તુલસીદાસ જુનિયર’ પસંદ કરવામાં આવી છે. બેસ્ટ લિરિક્સનો એવોર્ડ ‘સાઇના’ (હિન્દી)ને મળ્યો છે. શ્રેષ્ઠ હરિયાણવી ફિલ્મ ‘દાદા લક્ષ્મી’ પસંદ કરવામાં આવી છે.

બેસ્ટ ફીચર ફિલ્મનો અવોર્ડ ‘સોરારઈ પોટ્ટુ’ને મળ્યો છે, તેના ડાયરેક્ટર સુધા કોનગારા છે. બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્શન માટે સોરારઈ પોટ્ટુના જીવી પ્રકાશ કુમારને મળ્યો છે. બેસ્ટ કોસ્ચયૂમ ડિઝાઈનરનો એવોર્ડ તાન્હા જી ધ અનસંગ વોરિયરને મળ્યો છે

Back to top button