ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરત એરપોર્ટ પરથી મોબાઈલના ફ્લિપ કવરમાં સંતાડેલ 68 લાખનું સોનું મળ્યું, જાણો સમગ્ર મામલો

Text To Speech

રાજ્યમાં અનેક વખત એરપોર્ટ પરથી સોનું પકડવાની ઘટના સામે આવી છે. ત્યારે આજે વધુ એક વખત સુરત એરપોર્ટ પરથી સોનું પકડાયું છે. સુરત એરપોર્ટ પરથી આજે બિનવારસી સોનાના 10 બિસ્કીટ મળી આવ્યા છે. આ બિસ્કીટની કિંમત રૂપિયા 67 લાખ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરત એરપોર્ટ પરથી 67 લાખના 10 સોનાના બિસ્કીટ મળ્યા

જાણકારી મુજબ સુરત શહેરના એરપોર્ટ પરથી રૂપિયા 67 લાખના 10 સોનાના બિસ્કીટ બિનવારસી મળી આવ્યા છે. એરપોર્ટ પર બહારથી લગેજ ટ્રોલીમાંથી બિનવારસી સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. તપાસમાં પકડાય જવાના ડરથી કોઈએ લગેજ ટ્રોલીમાં બિસ્કિટ મૂકીને ફરાર થઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે .

સુરત સોનાના બિસ્કીટ-humdekhengenews

તપાસમાં ઝડપાવાના ડરથી બિસ્કિટ મૂકીને ફરાર

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક વાર કસ્ટમ વિભાગે એરપોર્ટ પર દાણચોરીને પકડી પાડી છે. ત્યારે આજે સુરત એરપોર્ટ પર સામાન લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી લગેજ ટ્રોલીમાં મોબાઈલના ફ્લિપ કવરમાં 68 લાખનાં 10 સોનાનાં બિસ્કિટ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. કસ્ટમ વિભાગે એરપોર્ટ પર હાજર લોકોની પૂછપરછ કરતાં કોઈએ પણ આ ફ્લિપ કવર અને અન્ય વસ્તુ તેની માલિકીની છે તેવો દાવો કર્યો નહોતો.

કસ્ટમ વિભાગે બિનવારસી બિસ્કીટનો કબજો મેળવ્યો

એરપોર્ટ પર વિદેશથી ફ્લાઈટ લેન્ડિંગ પછી કસ્ટમ દ્વારા પેસેન્જરની તપાસ કરવામાં આવતી હોય છે ત્યારે આ સોનાના બિસ્કીટ લાવનાર પેસેન્જરે કસ્ટમ વિભાગથી બચવા માટે બિસ્કીટને ટ્રોલીમાં મૂકી એરપોર્ટ બહાર નીકળી ગયો હોય એવી આશંકા છે. ત્યારે કસ્ટમ વિભાગે આ સોનાનો કબજો લઈ તપાસનો ધામધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો : શિક્ષકોની બદલી અને ભરતીને લઈને મહત્વના સમાચાર, આ નિયમોમાં ફેરફાર થવાની શક્યતા

Back to top button