શ્રદ્ધા હત્યા કેસમાં 75 દિવસ બાદ 6,636 પાનાની ચાર્જશીટ દાખલ, પરંતુ આફતાબે વકીલને બતાવવાની ના પાડી, શું છે નવું રહસ્ય !
શ્રદ્ધા હત્યા કેસમાં પોલીસ દ્વારા તમામ પ્રકારની તપાસ આફતાબનો નાર્કો અને પોલિગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો, અનેક પ્રકારના સવાલ-જવાબ પૂછવામાં આવ્યા,ત્યાર બાદ 75 દિવસ પછી 6,636 પાનાની વિગતવાર ચાર્જશીટ ફાઈલ કરી છે. તે ચાર્જશીટમાં આરોપી આફતાબ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ચોકાવનારી વાત એ છે, કે આફતાબ પોતે ચાર્જશીટ પોતાના વકીલને બતાવવા માંગતો નથી. પરંતુ આફતાબે સુનાવણી દરમિયાન ચાર્જશીટની નકલની માંગ કરી હતી, પરંતુ મેજિસ્ટ્રેટે સ્પષ્ટ કહ્યું છે, કે આ માંગ પર 7મી ફેબ્રુઆરીએ સુનવણી હાથ ધરાશે. તે પછી જ આફતાબ કેસની ચાર્જશીટ મેળવી શકશે.તેણે વકીલ બદલવાની પણ વાત કરી છે. હાલ આફતાબની જ્યુડિશિયલ કસ્ટડી 7 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે.
આફતાબ હાલ તિહાર જેલમાં છે બંધ
સમગ્ર બાબતની વાત કરીએ તો ગત વર્ષે 18 મેના રોજ આફતાબે ઝઘડા બાદ શ્રદ્ધાની હત્યા કરી નાખી હતી. પહેલા તેનું ગળું દબાવવામાં આવ્યું અને જ્યારે તે મૃત્યુ પામી ચુકી, પછી નિર્દયતાથી તેના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા અને પછી ચતુરાઈથી તે ટુકડાઓને ઘણા દિવસો સુધી જંગલમાં છુપાવીને રાખ્યા. પરંતુ આ કેસનો પર્દાફાશ થયો અને પોલીસે ગયા વર્ષે 12 નવેમ્બરે આફતાબની ધરપકડ કરી. આફતાબ હાલ તિહાર જેલમાં બંધ છે.
આ મહત્વના થયા ખુલાસા
હવે આ મામલે ઘણા ખુલાસા થયા છે, પરંતુ સૌથી મોટું કારણ ટોક્સિક રીલેશનશીપ છે. શ્રદ્ધાની ચેટ્સ અને તેના મિત્રોના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે આફતાબ શ્રદ્ધાને મારતો હતો. તે તેના પ્રત્યે હિંસક હતો. ગયા વર્ષે 18 મેના રોજ આવા જ એક મુદ્દે ઝઘડો શરૂ થયો હતો અને ત્યાર બાદ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે હત્યા બાદ આફતાબની બીજી ગર્લફ્રેન્ડ હતી. તે ગર્લફ્રેન્ડ પણ તેના ફ્લેટ પર આવી હતી જ્યાં શ્રદ્ધાની ડેડ બોડી ફ્રીજમાં રાખવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે શ્રદ્ધાને આપેલી વીંટી ફરી તેની ગર્લફ્રેન્ડને પણ ભેટમાં આપી હતી.
આ પણ વાંચો : રામચરિતમાનસ વિવાદ: સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ FIR,શું મોર્ય તેમના નિવેદન પર રેહશે કાયમ કે કરશે પીછેહઠ?