એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર, આ જિલ્લાનું પરિણામ સૌથી વધુ

Text To Speech

વિદ્યાર્થીઓ જે સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે. આજે GSEB 12નું વિજ્ઞાન પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ 65.58 ટકા પરિણામ જાહેર થયું છે.શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ આ પરિણામ v શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gsb.org ઉપર જોઈ શકે છે. તેમજ વોટ્સએપ નંબર 6357300971 ઉપર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે.

ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર઼

માર્ચ 2023 માં લેવાયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામા આવ્યું છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gsb.org પર આ પરિણામ જાહેર કરવામા આવ્યું છે. આ વખતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ 65.58 ટકા પરિણામ જાહેર થયું છે. આ વખતે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 1.26 લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે.

બોર્ડ-humdekhengenews

આ જિલ્લાનું સૌથી વધુ પરિણામ

આજે જાહેર થયેલા આ પરિણામમાં મોરબી જિલ્લો મોખરે છે. મોરબી જિલ્લાનું પરિણામ સૌથી વધુ આવ્યું છે. મોરબી જિલ્લાનું 83.22 ટકા આવ્યું છે. અને જો સૌથી ઓછા પરિણામની વાત કરવામા આવે તો દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ જાહેર થયું છે. દાહોદ જિલ્લાના લિમખેડાનું માત્ર 22 ટકા જ પરિણામ આવ્યું છે.

વોટ્સએપ નંબર ઉપર પણ પરિણામ જાણી શકાશે

મહત્વનું છે કે શિક્ષણ વિભાગ દ્વારા આ વખતે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર પરથી પણ પરિણામ જાણી શકે તેવુ આયોજન કરવામા આવ્યું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 ઉપર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકે છે.

ક્યા ગ્રુપનુ પરિણામ કેટલુ આવ્યું ?

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં A ગ્રુપનુ 72.27 ટકા અને B ગ્રુપનુ 61.71 ટકા પરિણામ જાહેર થયું છે.જ્યારે ABગ્રુપનું 58.62 % પરિણામ જાહેર થયું છે.

ગયા વર્ષ કરતા ઓછું પરિણામ

ગયા વર્ષ કરતા આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાનું પરિણામ ઓછુ આવ્યું છે. ગયા વર્ષે 72.02 ટકા પરિણામ જાહેર થયું હતું.જ્યારે આ વર્ષે 65.58 ટકા જાહેર કરાયું છે.

 આ પણ વાંચો : વિરાટ અને ગૌતમ ગંભીર વચ્ચે ગરમાયો મામલો, વીડિયો વાયરલ

Back to top button