દક્ષિણ ગુજરાત

સૌરાષ્ટ્ર પટેલ સમાજનો 64મો સમૂહલગ્ન સમારોહ, સમાજને આપ્યો સુંદર સંદેશ

સમૂહલગ્ન પ્રવૃત્તિના માધ્યમથી સામાજિક જાગૃતિનું કામ કરનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજાયેલા 64માં સમૂહલગ્નોત્સવમાં 88 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા છે. રાષ્ટ્રગીતના ગાન અને ગંગાસ્વરૂપ બહેનોના હસ્તે દિપ પ્રાગટ્ય વિધિ સાથે સાંજે 5.00 કલાકે મંગળ લગ્નવિધિનો પ્રારંભ થયો હતો. કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ઉપસ્થિત રહી નવયુગલોને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના નવા ઇન્ચાર્જ ચેરમેન તરીકે હસમુખ પટેલની નિમણૂક

કમાન્ડો યુગલને રુ. 5 લાખનો પુરસ્કાર

સમૂહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથીથી જોડાયેલ એક યુગલ કમાન્ડો છે. નયના ધાનાણી રાષ્ટ્ર માટે એન.એસ.જી. કમાન્ડો છે જ્યારે નિકુંજ અજુડીયા આર્મીમાં પેરા કમાન્ડો છે. આ કમાન્ડો યુગલને દાતાઓના સહયોગથી રૂ. 5 લાખ આપવામાં આવ્યા હતા. રાષ્ટ્ર માટે જાનની જોખમે કઠોર કામ કરનાર દંપતીને સુખી દાંપત્યજીવન માટે રૂ. 5 લાખનો ચેક સમાજ ની ગંગાસ્વરૂપ બહેનોના હાથે આપવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્ર પટેલ સમાજ - Humdekhengenews

દીકરીઓને કરીયાવરમાં એફડી

સમૂહલગ્ન સમારોહના યજમાન જયંતીભાઈ એકલારાવાળા એ દરેક કન્યાને કરિયાવર તથા વ્યવસ્થા સૌજન્ય પૂરુ પાડેલ છે. પરંતુ કન્યાના સમજદાર અને જાગૃત પિતાએ સમૂહ લગ્નમાં સાદાઈથી લગ્ન કરીને બચતમાંથી દીકરીને કરિયાવરમાં બેંક એફ.ડી. ની રસીદ આપી હતી. લગ્ન મંડપ-4 માં લગ્નગ્રંથીથી જોડાનાર અક્ષિતાને તેમના પિતા રમેશભાઈ માંગુકિયા એ રૂ. 50,000/- ની FD. તથા લગ્ન મંડપ- 81 માં લગ્ન કરનાર કન્યા અરુણાને તેમના પિતા ગોરધનભાઈ હીરપરા એ રૂ.1,00,000/-ની FD આપી છે. તે સમજદાર પિતાનું સમાજના અગ્રણીઓએ દ્વારા સન્માન કરી અન્યને દાખલો લેવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો : સિદ્ધાર્થ-કિયારાના લગ્નના ફંકશનો શરુ, સંગીત નાઈટનો પહેલો વીડિયો આવ્યો સામે 

વ્યાજખોરોથી બચવા લોકોને જાગૃત થવા ગૃહમંત્રીની અપીલ

વ્યાજખોરી સામે ઝુંબેશની નોંધ લઈ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ લોકોને જાગૃત થઈ વ્યાજખોરીનું દુષણ દુર કરવા અનુરોધ કર્યો હતો. ખોટા ખર્ચ ઓછા થાય તો જ વ્યાજથી બચી શકાય છે. સમૂહલગ્નનું આયોજન એ સામાન્ય પરિવારોને વ્યાજના ચક્કરમાંથી બચાવે છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજને સમૂહલગ્ન અને અન્ય સમાજ ઉપયોગી પ્રવૃત્તિ માટે અભિનંદન પાઠવ્યા હતા. વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશમાં લોકોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

સૌરાષ્ટ્ર પટેલ સમાજ - Humdekhengenews

સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે જાગૃતિની જરૂરી – કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષ

વર્ષોથી ચાલતી આ સમૂહલગ્નની પ્રવૃત્તિને બિરદાવી આયોજકોને કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોષએ અભિનંદન પાઠવ્યા હતા. 40 વર્ષથી નિયમિત સમૂહલગ્ન યોજાય છે. તેનાથી અસંખ્ય પરિવારોને ફાયદો થયો છે. સામાજિક જાગૃતિ આવી છે. કુંવરબાઈનું મામેરું તથા સાતફેરા સમૂહલગ્નની યોજનાનો લાભ કન્યાઓને મળે છે. ઘણી બધી યોજનાઓ છે. આ સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે માટે જાગૃત થવા પર કેન્દ્રીય મંત્રીએ અપીલ કરી અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો : રાજ્યમાં કઈ ઋતુ ગણવી શિયાળો કે ઉનાળો ? બિમારીઓનું ચલણ વધ્યું

સ્વયંમ સેવકથી મંત્રી સુધી પ્રફુલભાઈ પાનશેરીયાની સફર

રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજાતા સમૂહલગ્ન સમારોહમાં એક સામાન્ય સ્વયંમ સેવક થી સામાજિક પ્રવૃત્તિ શરુ કરનાર પ્રફુલભાઈ પાનશેરીયા આજે રાજ્યના શિક્ષણ મંત્રી પદ સુધી પહોંચનાર પ્રફુલ પાનશેરીયાની સેવા પ્રવૃત્તિની વિશેષ નોંધ લેવામાં આવી હતી. આ પ્રસંગે પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે પટેલ સમાજે મારું ઘડતર કર્યું છે. અને સમૂહલગ્નના માધ્યમથી પટેલ સમાજે લોકોને નવી દિશા આપી છે. શિક્ષણ સુવિધાઓ માટે ભાઈઓ તથા બહેનો માટે હોસ્ટેલ સુવિધાઓ ઉભી થઇ રહી છે. દાતાઓ અને સમાજના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતા.

સૌરાષ્ટ્ર પટેલ સમાજ - Humdekhengenews

વિવિઘ ક્ષેત્રે ગોરવ અપાવતી દિકરોને સહાય

રમતગમત ક્ષેત્રે ગૌરવવંતી સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલા ખેલાડીઓનું અભિવાદન કરી તેમની સિદ્ધિને બિરદાવી હતી. સૌરાષ્ટ્રમાં કાલાવડ નજીકની વિભાણીયા ગામના ખેતમજુર ની દિકરી એથ્લેટીક્સ દોડમાં રાષ્ટ્રીય ચેમ્પિયન શ્રદ્ધા કથીરીયા હાલ ઓલમ્પિકસ ગેમ્સ 2024 માટે તૈયારી કરી રહી છે. તેની તાલીમ તથા સારા ખોરાક અને રહેવા માટે આર્થિક મદદની જરૂર હતી. સમાજના દાતાઓના સહયોગથી શ્રદ્ધા કથીરીયાને રૂ. 10 લાખનો ચેક આપવામાં આવ્યો. તે જ રીતે લાંબીકુદમાં ગોલ્ડમેડલ સાથે જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન કુમકુમ રામાણી તથા ઇન્ટરનેશનલ પેરા બેડમિન્ટન ખેલાડી વૈશાલી નીલેશભાઈ પટેલને પણ જયંતિભાઈ બાબરીયા ના સહયોગથી રૂપિયા 1-1 લાખ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમેરિકાની ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટી બોસ્ટનમાં સ્પેસ આર્કિટેક તરીકે અભ્યાસ કરી. નાસાના સંશોધન મિશનમાં આર્કિટેક્ટ તરીકે પસંદ થયેલ ધ્રુવી જસાણી તથા એરોસ્પેસ એન્જીનીયર તરીકે રોબોટ બનાવનાર કૃતિ ભીંગરાડિયાનું અભિવાદન કરાયું હતું. તેમજ હરિઓમ આશ્રમ તરફથી બંને વૈજ્ઞાનિક દીકરીઓને અઢી- અઢી લાખનો પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી. ખેડૂતની દીકરી નાસામાં કામ કરતી હોય, તે માટે સમાજે વિશેષ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

સૌરાષ્ટ્ર પટેલ સમાજ - Humdekhengenews

2000 થી વધુ સ્વયંસેવકોએ સમૂહલગ્નોત્સ્વને સફળ બનાવ્યો

નવયુગલોને આશીર્વચન આપવા શરુ થયેલ સમારોહમાં સર્વોને આવકારતા સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળા એ સમૂહલગ્નની સફળતા માટે સ્વયંસેવક ને શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું કે 150થી વધુ સેવાભાવી સંસ્થાઓના 2000થી વધુ સ્વયંસેવક મિત્રો, સમાજ નિષ્ઠાથી કાર્ય કરી રહ્યા છે. આ પ્રસંગે કન્યા માટે નિર્માણ થનાર કિરણ મહિલા ભવનમાં બહેનોને સ્વરોજગારી માટે જે.કે. સ્ટાર મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર બનનાર છે. તે ઉપરાંત 500 બહેનોને માટે વિશાળ વાંચનાલય તથા પુસ્તકાલય માટે સમારોહના યજમાન જયંતીભાઈ બાબરીયા તરફથી રૂ. 2 કરોડના દાનની જાહેરાત થઈ હતી. આ ઉપરાંત જમનાબા ભવન અને રાધાબેન ઘેલાણી અતિથી ભવન તૈયાર થનાર છે. આ માટે તેમની સમાજસેવા અને તેમના દાતાઓને બિરદાવવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર પટેલ સમાજ - Humdekhengenews

સમુહ લગ્નોત્સવમાં મંડપ વ્યવસ્થા, લાઈટ જનરેટર, ટાઉન, તેમજ બધાના ભોજનની વ્યવ્સ્થાને વગેરે સેવા આપનાર કોન્ટ્રાક્ટર મિત્રો તરફથી વિનામૂલ્યે સેવા મળે છે, તે સેવા મૂલ્ય સમાજ તરફથી નિર્માણાધીન હોસ્ટેલ બાંધકામ માટે અર્પણ કરે છે. તેવા “નાના માણસોની મોટી સેવાની” નોંધ સાથે તમામ મંડપ કોન્ટ્રાક્ટર મિત્રોને બિરદાવ્યા હતા. સમૂહ લગ્નોત્સવ માં આવનાર હજારો લોકો માટે ટ્રાફિક સંકલન તથા પાર્કિંગની વ્યવસ્થા માટે સ્વયંસેવક મિત્રોએ નિષ્ઠાથી સેવા આપી છે. મંગળગીત સાથે 4.00 કલાકે કન્યાપક્ષના આગમન સાથે સમૂહ લગ્ન સમારોહનો પ્રારંભ થયો હતો. રાત્રે 8.30 કલાકે કન્યાવિદાય સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

Back to top button