પાલનપુર અમદાવાદ હાઇવે પર 63 પશુ ભરેલ ટ્રક ઝડપાઇ
પાલનપુર, રાજસ્થાન થી અમદાવાદ પશુઓને કતલખાને લઈ જતા હોવાની બાતમીના આધારે જીવદયા પ્રેમીઓએ પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ ગઠામણ પાટિયા નજીકથી 63 જેટલા પશુ ભરેલ ટ્રક ઝડપી પાડી બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
રાજસ્થાનમાંથી અવાર- નવાર પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે વધુ એક જીવદયા પ્રેમીઓ એ કતલખાને જતી પશુ ભરેલ ટ્રક ઝડપી પાડી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જીવદયા પ્રેમીઓ પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ ગઠામણ પાટિયા નજીક હાજર હતા. તે દરમિયાન જીવદયા પ્રેમીઓને બાતમી મળેલ કે રાજસ્થાન ના આબુરોડ તરફ થી એક ટ્રક નંબર RJ-18-GA-6843 વાળી ટ્રક અમદાવાદ તરફ પશુઓને ભરી કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી જીવદયા પ્રેમીઓ એ પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ ગઠામણ પાટિયા નજીક બાતમીવાળી ટ્રકની વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી ટ્રક નંબર RJ-18-GA-6843 આવતા તેને રોકાવતા દૂર રોકેલ. જે બાદ જીવદયા પ્રેમીઓ ટ્રક પાસે જતા ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી ગયેલ.
જીવદયા પ્રેમીઓએ ટ્રકમાં તપાસ કરતા એક શખ્સ બેઠેલ તેનું નામ પૂછતાં તેનું નામ ઐયુબભાઈ મહંમદભાઈ સિપાઈ (રહેવાસી અખ્ખર બડાપુરા ડીસા) નો હોવાનું જણાવેલ. તેમજ ટ્રક ચાલક નું નામ પૂછતાં તેની નામ જણાવેલ નહિ. જે બાદ જીવદયા પ્રેમીઓએ ટ્રક માં જોતા 63 જેટલા પશુઓને એકબીજાને ચામડી ઘસાય તે રીતે ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરી ટ્રકમાં પાણીની કે ઘાસચારા ની કોઈ જ સગવડ ન હતી. તેમજ પશુઓને હેરાફેરીનું પાસ પરમીટ ન હતું. તેમજ ક્યાં લઈ જવાઈ રહ્યા છે. તેવું પૂછતાં કોઈજ જવાબ આપેલ નહિ જે બાદ પોલીસને જાણ કરતા પોલીસની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી પશુ ભરેલ ટ્રક લને ડીસા જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટ ખાતે લઈ જઈ ટ્રકમાં પશુઓને ઉતારી ગણતા પાડા જીવ 56 તેમજ ભેંસ જીવ 7 આમ કુલ 63 જેમાં 4 પાડા મૃત્યુ પામેલી હાલતમાં મળી આવેલ. બાદમાં જીવદયા પ્રેમીઓ એ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ તેમજ ઐયુબભાઈ મહંમદભાઈ સિપાઈ (રહેવાસી અખ્ખર બડાપુરા ડીસા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.