ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અરવલ્લીમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 60થી વધુ ટેન્ક બળીને ખાક

Text To Speech
  • અસાલ GIDCમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી
  • ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો
  • આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ

અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલ અસાલ GIDCમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 60 કેમિકલથી ભરેલા ટેન્ક બળીને ખાક થઈ ગયા હતા. આ આગ મધ્યરાત્રીએ આગ લાગતા મોડાસા સહિતના ફાયર ફાયટર વિભાગની ત્રણ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, આગની જ્વાળા વધુ પ્રસરી જતા હિંમતનગર, મહેસાણા અને ગાંધીનગર ફાયરની ટીમોને પણ બોલાવવા માટે કોલ આપવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી મુજબ આ કેમિકલ ફેક્ટરી છેલ્લા ચાર મહિનાથી બંધ હતી. જોકે, ફેક્ટરીમાં 60 જેટલા કેમિકલના ટેન્ક ભરેલા હતા. કેમિકલ ટેન્ક મોટી સંખ્યામાં હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ, અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

આગની આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આગ એટલી વિકરાળ હતી કે દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા. આ ફેક્ટરી બંધ હોવાથી અને અંદર કોઈ માણસ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. આગને કારણે કંપનીને મોટા પાયે નુકસાન થયાનો અંદાજ છે. આ આગ લાગતા આજુબાજુની ફેક્ટરીના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

આ પણ વાંચો:  ભરૂચ GIDCમાં આગ લાગવાનો સીલસીલો યથાવત્, જેબસન્સ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળતા દોડધામ

Back to top button