ગુજરાતદક્ષિણ ગુજરાત

નવસારીના દરિયા કિનારાના 5 કિ.મી વિસ્તારમાંથી 30 કરોડની કિંમતનું 60 કિલો ડ્રગ્સ ઝડપાયુ

Text To Speech

નવસારી, 16 ઓગસ્ટ 2024, આજે નવસારી જિલ્લાના દરિયા કિનારા ઉપર પણ ડ્રગ્સનો જથ્થો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ છે. એક પેકેટમાં 1180 ગ્રામ જેટલા જ્થ્થા સાથે કુલ 50 પેકેટ મળી આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સુરતના દરિયા કિનારેથી 48 કલાકની અંદર હાઈ પ્યોરિટી ચરસના વધુ સાત પેકેટ મળી આવ્યા છે.વલસાડ જિલ્લાના ઉદવાડા દરિયા કિનારે પાસે આવેલી પ્રોટેક્શન વોલ પાસેથી બિનવારસી 10 ચરસના પેકેટ મળી આવ્યા બાદ વલસાડ જિલ્લા પોલીસની ટીમે વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવતા 6 પોલીસ મથક વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું.

50 જેટલા નાના નાના પેકેટમાં શંકાસ્પદ ડ્રગ્સ મળી આવ્યા
નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ દ્વારા પણ પોલીસની દરેક એજન્સીઓને દરિયા કિનારે પેટ્રોલિંગ હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી, જેના આધારે LCB, SOG, જલાલપુર પોલીસ સહિતની ટીમો દરિયા કિનારે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ગામના દરિયા કિનારેથી પોલીસને પ્લાસ્ટિકના કોથળામાં કુલ 50 જેટલા નાના નાના પેકેટમાં શંકાસ્પદ ડ્રગ્સ મળી આવ્યા છે. જેનું વજન 60.150 કિલો જેટલું હતું અને બજાર કિંમત 30 કરોડ 7 લાખ આંકવામાં આવી છે.

દરિયાકાંઠા ઉપર વધુ તપાસ શરૂ કરવામાં આવી
આ હસિસ નામના ચરસના જથ્થાને FSL મોકલી તેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ અંગે નવસારી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, ગઈકાલે જિલ્લાની અંદર પોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન એસઓજી, એલસીબી પોલીસ અને એસઆરડીના જવાનો પેટ્રોલિંગ હતા. આ દરમિયાન ઓંજલ ગામના દરિયા કિનારે પાંચ જૂદી જૂદી જગ્યાએથી 50 પેકેટમાં હસીસ નામનું આશરે 60 કિલો જેની અંદાજિત કિંમત 30 કરોડ 7 લાખની કિંમતનું ચરસ મળી આવ્યું હતું. આ ચરસ ખાડી દેશનું હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવે છે.આ અંગે જલાલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરુદ્ધ નશીલા પદાર્થને લઈને ગુનો દાખલ કરીને 12 ટીમો બનાવી દરિયાકાંઠા ઉપર વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ દારૂની ડિલિવરી માટે બાળકોને નોકરી રાખ્યા, 8 હજાર પગાર અને બોટલ દીઠ રૂ.200 કમિશન

Back to top button