બોરવેલમાં પડી ગયેલો 6 વર્ષનો મયંક જિંદગીની લડાઈ હારી ગયો
- એમ.પી.ની સરકારે પણ ઘટનાસ્થળની તપાસ કરી હતી
- સતત 40 કલાક જેટલું ચાલ્યું હતું રેસ્ક્યું ઓપરેશન
મધ્યપ્રદેશ, 14 એપ્રિલ: એમ.પી.ના રિવામાં માત્ર 6 વર્ષનો મયંક બોરવેલમાં ફસાઈ ગયો હતો. બોરવેલમાં ફસાયેલા આ માસુમ બાળકને બહાર કાઢવા માટે NDRF અને SDRFની ટીમે 40 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું તેમ છતાં બાળક બચી શક્યું નહોતું.
#WATCH रीवा, मध्य प्रदेश: एक खुले बोरवेल में गिरे 6 वर्षीय बच्चे को 45 घंटे के लंबे रेस्क्यू ऑपरेशन के बाद बाहर निकाला गया। pic.twitter.com/J35Z0V0Nee
— ANI_HindiNews (@AHindinews) April 14, 2024
NDRF અને SDRFની ટીમ કામે લાગી હતી
આ બાળકને બચાવવા માટે પોલીસ અને પ્રશાસનની ટીમ સતત રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. NDRF અને SDRFની ટીમે બોરવેલ પાસે ખોદવાનું કામ ચાલું કર્યું હતું.જ્યાં કામે લાગેલી ટીમે સફેદ ચાદરથી ઢંકાયેલી માસુમ બાળકની બોડી બહાર કાઢી હતી. 40 કલાક સુધી ચાલેલા આ લાંબા ઓપરેશનમાં આ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. જે પછી તેને હોસ્પિટલમાં દાખલ કરાતા ડોક્ટરોએ તેને મૃત ઘોષિત જાહેર કર્યો હતો.
ડેપ્યુટી સીએમ પણ ઘટના મામલે કરી તપાસ
રિવામાં બનેલી આ ઘટનામાં મધ્ય પ્રદેશની સરકારે પણ વોચ રાખી હતી. રાજ્યના ડેપ્યુટી સીએમે ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. જેની જાણકારી તેમણે ‘એક્સ’ પર આપી હતી. તેમણે કહ્યું હતું કે, “મયંક સુરક્ષિત રીતે બહાર નીકળી જાય તેવી ભગવાનને પ્રાર્થના છે. બચાવ કામગીરીમાં લાગેલી ટીમો આ દિસમાં ખુબજ સંવેદનશીલ બનીને કામ કરી રહી છે.”
બાળકની માતા બેભાન થઈ
બોરવેલમાં પડી ગયેલા આ બાળકનો પરિવાર હેબતાઈને રોવા લાગ્યો હતો. પોતાના દીકરાની યાદ કરીને બાળકની માં બેભાન થઈ ગઈ હતી,તો મંયકની દાદી પણ પોતાના વ્હાલસોયા છોકરાને શોધવામાં ગાંડા જેવી થઈ ગઈ હતી.ગામલોકો પણ રેસ્ક્યુ ઓપરેશનમાં પોલીસ અને તંત્રની સાથે આ બાળકને બહાર કાઢવામાં મદદ કરવા પહોંચી ગયા હતા. 40કલાક લાંબા ચાલેલા ઓપરેશન પછી પણ બાળક બચી શક્યું નહોતું.
જોકે આ ઘટના પહેલીવાર નથી બની. દેશમાં છાશવારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. મોટા ભાગના ખેતરોમાં બોરવેલ ખુલ્લા જોવા મળતા હોય છ. આ પ્રકારની બેદરકારીના કારણે નિર્દેોષોનો ભોગ લેવાય જાય છે.જ્યાં આ ઘટના બની તે ખેતરના માલિકની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Cyber Fraud: કસ્ટમ ઓફિસરના નામે કૉલ કરી આ રીતે પડાવ્યા 2.24 કરોડ