રોહિત શર્મા જેવો પુલ શોટ, સ્ટ્રેટ શોટ રમતી પાકિસ્તાનની 6 વર્ષની બાળકી, જુઓ વીડિયો


નવી દિલ્હી, 22 માર્ચ : સોશિયલ મીડિયા પર એક છોકરી તેના પુલ શોટ્સ માટે વાયરલ થઈ રહી છે. આ છ વર્ષની બાળકી પાકિસ્તાનની છે અને તેનું નામ સોનિયા ખાન છે. વીડિયોમાં સોનિયા ખૂબ જ શાનદાર અંદાજમાં શોટ લઈ રહી છે. તેના પુલ શોટ્સની તુલના ભારતીય બેટ્સમેન રોહિત શર્મા સાથે કરવામાં આવી રહી છે. પ્લાસ્ટિકના બોલથી રમતા તેનો વીડિયો ઈંગ્લીશ ક્રિકેટ અમ્પાયર રિચર્ડ કેટલબરોએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. થોડી જ વારમાં આ વીડિયો દુનિયાભરના ક્રિકેટ ચાહકોમાં વાયરલ થઈ ગયો છે.
આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ સોનિયાને ક્રિકેટની પ્રેક્ટિસ કરાવી રહ્યો છે. તે ઘરના વરંડામાં તેના પર પ્લાસ્ટિકનો બોલ ફેંકી રહ્યો છે. સોનિયા નિર્ભય રીતે આ બોલ પર શોટ મારી રહી છે. ખાસ કરીને પુલ શોટ મારવાની તેની સ્ટાઈલ ખૂબ જ નીડર છે. સોનિયાને આટલી શાનદાર રીતે પુલ શોટ મારતી જોઈને લોકો સોશિયલ મીડિયા પર તેની સરખામણી રોહિત શર્મા સાથે કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પુલ શોટ મારવા માટે ટેકનીકની સાથે સાથે સચોટ ટાઈમિંગ પણ ખૂબ જ જરૂરી છે. આ વીડિયોમાં આ છોકરી આ તમામ ધોરણોને પૂર્ણ કરતી જોવા મળી રહી છે.
6 yrs old ~ Talented Sonia Khan from Pakistan 🇵🇰 (Plays Pull Shot like Rohit Sharma) 👏🏻 pic.twitter.com/Eu7WSOZh19
— Richard Kettleborough (@RichKettle07) March 19, 2025
વીડિયો શેર કરતી વખતે કેટરબોરોએ લખ્યું છે કે છ વર્ષની પ્રતિભાશાળી સોનિયા ખાન પાકિસ્તાનની છે. તે રોહિત શર્માની જેમ પુલ શોટ રમે છે. ક્લિપ X પર અપલોડ કરવામાં આવી ત્યારથી લગભગ 1 મિલિયન લોકોએ જોઈ છે. લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ છોકરી તેની ક્ષમતા મુજબ ખૂબ સારી રીતે રમી રહી છે.
અન્ય એક યુઝરે મજાક કરતા લખ્યું કે પાકિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડમાં જે રીતે પ્રદર્શન કરી રહી છે, આ છોકરીને તાત્કાલિક ત્યાં મોકલી દેવી જોઈએ. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે તેણે પાકિસ્તાનની ટીમમાં સામેલ થવું જોઈએ. એક યુઝરે લખ્યું કે બાબર આઝમને તાત્કાલિક નિવૃત્ત થવું જોઈએ.
આ પણ વાંચો :- ગોધરાકાંડ પછીના રમખાણોના કેસમાં 6 આરોપીઓને ‘સુપ્રીમ’ રાહત, SCએ નિર્દોષ જાહેર કર્યા