ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યમુનાનગરમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી 6 લોકોના મૃત્યુ

Text To Speech
  • યમુનાનગર જિલ્લામાં ઝેરી દારૂના કારણે 6 લોકોના મૃત્યુ
  • મૃતકોના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કર્યા વિના તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દીધા

યમુનાનગરઃ છેલ્લા બે દિવસમાં હરિયાણાના યમુનાનગર જિલ્લામાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી 6 લોકોના મૃત્યુ થયા છે. યમુનાનગર જિલ્લાના માંડેબારી અને પંજેટાના મજરા ગામમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીધા બાદ 6 લોકોને ઉલ્ટી થઈ હતી. તેમાંથી પાંચના થોડા સમય બાદ મૃત્યુ થયા હતા અને અન્ય એકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતકોના પરિવારના સભ્યો સુરેશ કુમાર, સોનુ, સુરિન્દર પાલ, સ્વર્ણ સિંહ અને મેહર ચંદે કથિત રીતે પોસ્ટમોર્ટમ કર્યા વિના તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

શંકાસ્પદ ઝેરી દારૂ કાળ બની ગયો

પોલીસે જણાવ્યું છે કે હજુ પણ તપાસ ચાલી રહી છે અને પૂછપરછ માટે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. યમુનાનગરના પોલીસ અધિક્ષક ગંગારામ પુનિયાએ કહ્યું કે, અમને બુધવારે બપોરે એક હોસ્પિટલમાંથી એક વ્યક્તિના મૃત્યુની માહિતી મળી હતી. તે શંકાસ્પદ ઝેરી દારૂના કારણે મૃત્યુનો કેસ હોવાનું જણાવવામાં આવ્યુ હતું. તપાસ દરમિયાન પોલીસને જિલ્લાના બે ગામોમાંથી માહિતી મળી હતી કે મંગળવારે ત્રણ લોકો અને બુધવારે બે લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પોસ્ટ મોર્ટમ બાદ સાચું કારણ જાણવા મળશે

એસપીએ કહ્યું કે, પોલીસ આ પાંચ કેસની સાથે હોસ્પિટલમાં નોંધાયેલા કેસને પણ શંકાસ્પદ ઝેરી દારૂના સેવનના કારણે મૃત્યુ થયુ હોવાનું માની રહી છે. જોકે પોસ્ટમોર્ટમ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો, આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર તરીકે ભરૂચ બ્રહ્મકુમારી કેન્દ્રનાં પ્રભાદીદી નિમાયા

Back to top button