ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કરીને પરત ફરતી વખતે કાર ડિવાઈડર સાથે અથડાતા 6નાં મૃત્યુ
જમશેદપુર (ઝારખંડ), 01 જાન્યુઆરી 2024: જમશેદપુરમાં એક માર્ગ અકસ્માતમાં કુલ છ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 2 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોની હજુ પણ સારવાર ચાલી રહી છે. જો કે, તેમની હાલત નાજુક કહેવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે યુવકો ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. માહિતી આપતા પોલીસે જણાવ્યું કે અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળે જ પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન નિધન થયું હતું.
Jharkhand: 6 people died in a road accident in Jamshedpur after their car went uncontrolled and hit the divider. A total of 8 people, all residents of Adityapur, were there in the car at the time of the accident. Five died on the spot while one died during the treatment. Two…
— ANI (@ANI) January 1, 2024
કારમાં કુલ 8 લોકો સવાર હતા
પાર્ટીમાંથી પરત ફરતી વખતેે કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર કાબૂ બહાર જઈને રોડ પર પલટી ખાઈ ગઈ હતી. તેમજ કારનું ક્ચ્ચપરઘાણ વળી ગયું હતું. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા કુલ પાંચ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુને ભેટ્યા હતા. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ચૂક્યા હતા. આ પછી પોલીસ અન્ય ત્રણ ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ ગઈ.
#WATCH | Jharkhand: 6 people died in a road accident in Jamshedpur after their car went uncontrolled and hit the divider. pic.twitter.com/Tm5Ju6MJ7V
— ANI (@ANI) January 1, 2024
યુવકો દારૂના નશામાં ધૂત હતા
મળતી માહિતી અનુસાર, ન્યૂ યર સેલિબ્રેટ કરીને હોટલમાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. રિપોર્ટ અનુસાર કારમાં બેઠેલા તમામ યુવકો દારૂના નશામાં ધૂત હતા. બીજી તરફ, અકસ્માત સર્જાતાં સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ક્ષતિગ્રસ્ત કારમાંથી મૃતદેહને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. તમામ છ મૃતકો જમશેદપુરના આરઆઈટી પોલીસ સ્ટેશન વિસ્તારના કુલપ્તંગાના રહેવાસી હતા.
આ પણ વાંચો: બિહાર સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે પોલીસની ગુંડાગર્દી