ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UPના બલિયામાં જીપ અને પીકઅપ વાહન વચ્ચે થયેલી અથડામણમાં 6નાં મૃત્યુ

Text To Speech
  • ઘટનામાં ગંભીર રીતે ઘાયલ લોકોને જિલ્લા હોસ્પિટલમાંથી વારાણસી રિફર કરવામાં આવ્યા

બલિયા, 27 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોના મૃત્યુ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, તિલક સમારોહમાંથી પરત ફરી રહેલી એક ઝડપી પીકઅપ અને જીપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં બે લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમને જિલ્લા હોસ્પિટલમાંથી વારાણસી રિફર કરવામાં આવ્યા છે. આ ઘટના બલિયા જિલ્લાના બૈરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સુગર છપરા વળાંક પાસે બની હતી. પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. SPએ જણાવ્યું કે, ઘણા લોકો ઘાયલ છે. 6 લોકોના મૃત્યુ થયા છે. ઘાયલોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બલિયાના SPએ ઘટના વિશે શું કહ્યું?

બલિયાના SP દેવ રંજન વર્માએ જણાવ્યું હતું કે, “બલિયાના બૈરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 3થી 3:30 વાગ્યાની આસપાસ બે કાર અને એક પીકઅપ ટ્રક વચ્ચે અકસ્માતમાં છ લોકોના મૃત્યુ થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તમામ મૃતકો અને ઘાયલો ખેજુરી પોલીસ સ્ટેશન વિસ્તારના માસુમપુર ગામથી કારમાં તિલક કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની વધુ સારવાર ચાલી રહી છે.”

પોલીસના જણાવ્યા અનુસાર, ચાર ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ચાર ઘાયલોની ગંભીર સ્થિતિને જોતા તેમને જિલ્લા હોસ્પિટલમાંથી વારાણસી રિફર કરવામાં આવ્યા છે. પોલીસે વધુમાં જણાવ્યું કે, આ ઘટના બલિયા જિલ્લાના બૈરિયાના દુબે છપરામાં બની હતી.

આ પણ જુઓ: યુપીના જૌનપુરમાં રોડવેઝ બસ અને ટ્રેક્ટર વચ્ચે અથડામણ, 5 શ્રમિકોના મૃત્યુ

Back to top button