ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુરંગમાં ફસાયેલા 41 મજૂરો સુધી 6 ઈંચ પહોળી પાઈપ પહોંચી, હવે તેના દ્વારા જ ખોરાક મોકલાશે

  • ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા મજૂરોને હવે સંતુલિત આહાર મળી શકશે.
  • ઉત્તરકાશીની સુરંગમાં પ્રશાસને ટનલની અંદર 6 ઈંચ પહોળી પાઈપ મોકલી.
  • સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને હવે પાઈપ લાઈન દ્વારા ખોરાક મોકલાશે.

ઉત્તરાખંડ: ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા મજૂરોને હવે સંતુલિત આહાર મળી શકશે. આ મામલે વહીવટીતંત્રને મોટી સફળતા મળી છે. પ્રશાસને ટનલની અંદર 6 ઇંચ પહોળી પાઇપ મોકલી છે. લાંબા પ્રયત્નો પછી, પાઇપ કાટમાળને વટાવીને 60 મીટર દૂર કામદાર સુધી પહોંચી ગયો. NHIDCLના ડાયરેક્ટર, અંશુ મનીષ ખાલખોએ કહ્યું કે અમે અમારી પ્રથમ સફળતા હાંસલ કરી છે, જેના માટે અમે છેલ્લા નવ દિવસથી પ્રયાસ કરી રહ્યા હતા અને આ અમારી પ્રથમ પ્રાથમિકતા હતી.

  • અંશુ મનીષ ખાલખોએ કહ્યું કે, ‘અમે 6 ઇંચની પાઇપ લગાવી છે અને તેના દ્વારા અમે ફસાયેલા કામદારોનો અવાજ પણ સાંભળી શકીએ છીએ, તેમણે કહ્યું કે હવે અમે તે પાઇપ દ્વારા જ તેમને યોગ્ય ખોરાક અને તબીબી પુરવઠો પૂરો પાડીશું’.

હવે કામદારોને યોગ્ય ભોજન મળશે

સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને નવ દિવસથી યોગ્ય ખોરાક પણ મોકલી શક્યા નથી. પરંતુ હવે વહીવટીતંત્રે આ 6 ઇંચની પાઇપ અંદર મોકલીને સફળતા મેળવી છે. તેના દ્વારા હવે કામદારોને યોગ્ય ભોજન મોકલી શકાશે. અત્યાર સુધી કામદારોને માત્ર ડ્રાય ફ્રૂટ્સ અને કંઈક હળવું ખાવા માટે મોકલવામાં આવ્યા છે.

અત્યાર સુધી માત્ર 4 ઇંચની પાઇપ હતી

  • અત્યાર સુધી આ કામદારોને મલ્ટીવિટામિન્સ, એન્ટી-ડિપ્રેસન્ટ્સ સાથે ડ્રાય ફ્રૂટ્સ અને પફ્ડ રાઇસ મોકલવામાં આવતા હતા. જેથી આ કામદારો સુરંગમાં સુરક્ષિત રહે. આ બધું કામદારોને ચાર ઇંચની પાઇપ દ્વારા મોકલવામાં આવતું હતું.

આજે કામદારોને ખાવા માટે શું મોકલવામાં આવશે ?

આ સફળતા મેળવ્યા બાદ હવે કામદારોની જરૂરિયાત મુજબ ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. હવે આ પાઇપ દ્વારા પ્લાસ્ટિકની બોટલોમાં ખોરાક મોકલવામાં આવશે. તેમાં બટાકાના ટુકડા, દાળ અને ખીચડી મોકલવામાં આવશે. ડૉક્ટરની સલાહ લઈને અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને તેમને ખોરાક મોકલવામાં આવી રહ્યો છે.

9 દિવસથી સુરંગમાં અટવાયા છે મજૂરો

ઉત્તરકાશીની સુરંગમાં છેલ્લા નવ દિવસથી મજૂરો ફસાયા છે. તેમને બહાર કાઠવા માટે વહિવટી તંત્ર પુરે પુરા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આજે નવમા દિવસે વહિવટી તંત્રને મોટી સફળતા મળી છે. તંત્રએ આજે 6 ઈંચ પહોળી પાઈપ મોકલી છે જેના દ્વારા હવે સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને યોગ્ય ખોરાક મોકલવામાં આવશે.

આ પણ વાંચો: આરએસએસની કૂચનો માર્ગ નિર્ધારિત કરવા તમિલનાડુને સુપ્રીમ કોર્ટની સૂચના

Back to top button