ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમનાં 13 ગેટ ખોલવામાં આવ્યા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા


ગુજરાતમાં થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદ બાદ છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. જો કે ઝરમર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં અવિરત પડી રેહાલ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે. જેના પગલે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ છે. જે જોતા ડેમના સત્તાધીશો દ્વારા ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતી તાપી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
નીચાણવાળા વિસ્તારો એલર્ટ
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત તાપી જિલ્લામાં પડેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જે બાદ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. જેના કારણે છેલ્લા જોકે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટ કુદાવી જતા તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમમાંથી 1.89 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી સુરતમાં તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે. કોઝવે ખાતે તાપી નદીની સપાટી વધીને 7.72 મીટરે પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા તાપી નદી કિનારાના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન ખાતાએ કરી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 19 અને 20 તારીખે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 22 તારીખથી વરસાદનું જોર વધશે. 22 એ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. તો આ વચ્ચે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.