ટ્રેન્ડિંગનેશનલ

બિહારમાં ઝેરી દારૂ પીવાથી 6નાં મૃત્યુ, પરિવારે ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કર્યા

Text To Speech

સીતામઢીઃ બિહારના સીતામઢીમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 6 લોકોનાં મૃત્યુ થયાં છે. મળતી માહિતી અનુસાર આ 6 જણા 17 નવેમ્બરની સાંજે મહુઈમાં દારુ પીવા માટે એકસાથે ગયા હતા. ત્યારબાદ એકાએક બધાની તબિયત લથડતાં એક પછી એક મૃત્યુ પામ્યા હતા. જો કે, પોલીસ આવે તે પહેલાં જ પરિવારજનોએ બેના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. હાલ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ મામલાને દબાવવાનો પ્રયાસ કરવા માટે પરિવારજનોએ પહેલાં જ બે મૃતદેહોને ઉતાવળે સળગાવી દીધા હતા. આકસ્મિક મૃત્યુના પ્રશ્ન પર તેમના સંબંધીઓ કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે. મૃતકોના નામ રામ બાબુ રાય, વિક્રમ કુમાર, સંતોષ મહતો, રોશન કુમાર, અવધેશ યાદવ અને મહેશ યાદવ છે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર બનાવની તપાસ ચાલી રહી છે. સીતામઢી એસપી મનોજ કુમાર તિવારીએ કહ્યું કે, એક યુવકનું મૃત્યુ દારૂ પીવાના કારણે થયું હતું. મૃતદેહના પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે તેણે ઝેરી દારૂ પીધો હતો. આના પરથી શંકા વ્યક્ત કરાઈ છે કે અન્યના મૃત્યુ પણ ઝેરી દારૂના લીધે થયા છે. જો કે, પોલીસની ટીમ પહોંચે તે પહેલા બે મૃતકોના પરિવારજનોએ મૃતદેહોને અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઘટનાના પગલે સંબંધિત ચોકીદાર અને સંબંધિત પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, છઠના એક દિવસ પહેલા બનેલી ઘટનાથી આખા ગામમાં શોકનો માહોલ છવાયો છે. કેટલાક સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે તમામ યુવકો મહુઈન વિસ્તારમાં એકસાથી બેસીને દારૂ પીધો હતો.

આ પણ વાંચો: ડ્રાય સ્ટેટ બિહારમાંથી દવાની બોટલના જથ્થામાં અંગ્રેજી દારૂ ઝડપાયો

Back to top button