ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાર્ક કરેલી બસને ટ્રકની જોરદાર ટક્કર વાગતા 6 નાં મૃત્યુ, 25થી વધુ ઘાયલ

  • ટક્કર એટલી જોરદાર હતી કે બે લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા
  • 25થી વધુ લોકો ઘાયલ થયા હતા.12 લોકોની હાલત અત્યંત નાજુક છે

ગોરખપુર: ગોરખપુરમાં ગુરુવારે મોડી રાત્રે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો હતો. (UP accident) ગોરખપુર-કુશીનગર હાઈવે પર જગદીશપુર નજીક એક ટ્રકે પૂરપાટ ઝડપે બસને (Truck hits bus) ટક્કર મારી હતી. બસ પંચર પડતાં રોડ પર ઉભી રહી હતી. આ અકસ્માતમાં માત્ર 6 મુસાફરોના મૃત્યુ થયા હતા. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને 5 એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની હાલત અત્યંત નાજુક છે. માહિતી મળતાં જ એસપી સહિત અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડોક્ટરોને પણ એલર્ટ કરી દીધા હતા જેથી ડોક્ટરો પણ તુરંત પહોંચ્યા હતા.

2 મૃતકોની ઓળખ હજુ થઈ નથી

મૃત્યુ પામેલા પૈકી બેની ઓળખ હજુ થઈ નથી. જે મૃતકોની ઓળખ કરવામાં આવી છે તેમાં શૈલેષ પટેલ (25), સુરેશ ચૌહાણ (35), નિતેશ સિંહ (25) હિમાંશુ યાદવ (24)નો સમાવેશ થાય છે.

મુસાફરો બીજી બસની રાહ જોઈ રહ્યા હતા

ગોરખપુરથી (Gorakhpur) એક પ્રાઈવેટ બસ મુસાફરોને લઈને પરૌના જઈ રહી હતી. જગદીશપુરના મલ્લપુર પાસે બસનું વ્હીલ પંચર થઈ ગયું હતું. ડ્રાઇવર અને કંડક્ટરે બસ રોડની બાજુમાં ઊભી રાખી હતી અને બીજી બસ મંગાવી હતી. ગોરખપુરથી ખાલી બસ આવી હતી અને મુસાફરોને ચડાવી રહી હતી. બસમાં કેટલાક મુસાફરો બેઠા હતા. જ્યારે કેટલાક હજુ પણ બે બસ વચ્ચે ઉભા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ આવતી ટ્રકે બસને ટક્કર મારી હતી.

4 લોકોના હોસ્પિટલમાં મૃત્યુ

ટક્કર એટલી જોરદાર હતી કે બે લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે બે ડઝન લોકો ઘાયલ થયા હતા.બારેક લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. અન્ય ચાર ઘાયલો હોસ્પિટલ પહોંચતા જ મૃત્યુ પામ્યા હતા. બીજી તરફ અકસ્માત બાદ અધિકારીઓએ જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તબીબોને એલર્ટ કરી દીધા હતા. મોટી સંખ્યામાં ઘાયલો આવ્યા બાદ ડોક્ટરોને બોલાવવામાં આવ્યા છે. અકસ્માત સ્થળે પહોંચેલી પાંચ એમ્બ્યુલન્સમાં ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બસમાં 30થી વધુ લોકો સવાર હતા.

આ પણ વાંચો, અમદાવાદમાં બેવડી ઋતુ-પ્રદૂષણથી વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા, દર્દીઓનો આંકડો જાણી ચોંકી જશો

Back to top button