હલ્દવાની હિંસામાં 6ના મૃત્યુ, આખા શહેરમાં કર્ફ્યુ; બદમાશોને જોતા જ ગોળી મારવાનો આદેશ
- હિંસામાં 200 પોલીસકર્મીઓ સહિત 300થી વધુ લોકો ઘાયલ
હલ્દવાની(ઉત્તરાખંડ), 9 ફેબ્રુઆરી: ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગુરુવારે સાંજે મસ્જિદ તોડી પાડવામાં આવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 200 પોલીસકર્મીઓ સહિત 300થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનામાં પોલીસ પરિસ્થિતિ પર કાબુ મેળવી શકી ત્યાં સુધીમાં તો બદમાશોએ પોતાનો પ્લાન પાર પાડી દીધો હતો. પોલીસ અને પ્રશાસનની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. એક તબક્કે હિંસા એટલી ઉગ્ર બની હતી કે પોલીસને પીછેહઠ કરવી પડી હતી.
What have they done to devbhoomi Uttrakhand’s #Haldwani pic.twitter.com/A6by8hstcg
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 8, 2024
#WATCH | Uttarakhand | Violence broke out in Banbhoolpura, Haldwani following an anti-encroachment drive today. DM Nainital has imposed curfew in Banbhoolpura and ordered a shoot-on-sight order for rioters. Details awaited. pic.twitter.com/Qykla7UO65
— ANI (@ANI) February 8, 2024
હિંસામાં 6 લોકોના નીપજયાં મૃત્યુ
મળતી માહિતી મુજબ, આ હિંસામાં 6 લોકોના મૃત્યુ થયા છે. પોલીસ કર્મચારીઓ અને સામાન્ય લોકો સહિત અનેક લોકો ઘાયલ થયા છે. સમગ્ર હલ્દવાની શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. સ્થિતિની નાજુકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજ્ય સરકારે બદમાશોને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે.
#WATCH उत्तराखंड के DGP अभिनव कुमार ने कहा, “आज शाम लगभग 4 बजे हलद्वानी के बनभूलपुरा में जिला प्रशासन और पुलिस की संयुक्त टीम न्यायालय के आदेशों के क्रम में अवैध अतिक्रमण हटाने की कार्रवाई कर रही थी। उस कार्रवाई के विरोध में वहां कुछ उपद्रवी अराजक तत्वों द्वारा पथराव और आगजनी की… pic.twitter.com/FYEzhWUgw7
— ANI_HindiNews (@AHindinews) February 8, 2024
હિંસા અને અફવાઓને રોકવા માટે ગુરુવારે રાતથી શહેરમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે આજે તમામ શાળાઓ પણ બંધ રહેશે. આ સમગ્ર અરાજકતામાં જોની, અનસ, રીસ ફહીમ, ઈસરાર અને સિવાન નામના લોકોના મૃત્યુ થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં હલ્દવાનીના એસડીએમ પરિતોષ વર્મા, કાલાડુંગીના એસડીએમ રેખા કોહલી, તહસીલદાર સચિન કુમાર, સ્પેશિયલ ઓપરેશન સીઓ નીતિન લોહાની અને લગભગ 200 અન્ય પોલીસકર્મીઓ સામેલ છે.
Visuals of Policemen injured by Radicals in Haldwanipic.twitter.com/CTwtmhCkLp
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 8, 2024
હિંસા કેમ ફાટી નીકળી?
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજ્યની સરકારી જમીનો પર ગેરકાયદે અતિક્રમણ દૂર કરવા સૂચના આપી છે. આ જ ક્રમમાં મહાનગરપાલિકાની ટીમે બાનભૂલપુરાના ઈન્દિરા નગર વિસ્તારમાં મલિકના બગીચામાં બનાવેલા ગેરકાયદેસર મદરેસા અને નમાઝની જગ્યાને જેસીબી મશીનની મદદથી તોડી પાડી હતી. આ બાદ, નજીકમાં રહેતા તમામ કથિત અરાજકતાવાદી તત્વોએ પોલીસ અને વહીવટીતંત્ર પર પથ્થરમારો કર્યો, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા. મળતી માહિતી મુજબ, આ દરમિયાન ત્યાં હાજર ઘણા પત્રકારોને ઈજાઓ પણ થઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ગેરકાયદેસર હથિયારોથી પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આ પણ જુઓ: ઉત્તરાખંડ : હલ્દવાનીમાં મદરેસાના ડિમોલિશન વખતે હોબાળો, તાકીદે કર્ફયુ લાદી દેવાયો