ગુજરાતના વકીલોના કલ્યાણ માટે સરકાર દ્વારા 6 કરોડની સહાય
ગુજરાતના વકીલોના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા 6 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગુજરાત બાર કાઉન્સિલના હોદ્દદારો, ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા, વાઈસ ચેરમેન રમેશચંદ્ર પટેલ, એક્ઝીક્યુટીવ કમિટીની ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમન કિશોર કુમાર ત્રિવેદીને 6 કરોડનો ચેક એનાયત કરેલ છે.
સમગ્ર વકીલોને આર્થિક સહાયતા મળી રહે તે માટે ભાજપ લીગલ સેલના કન્વીનર તેમજ પૂર્વ ચેરમેન જે.જે. પટેલ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સમરસ ટીમે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.
અગાઉ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રૂપિયા 2 કરોડ 22 લાખનો સમગ્ર ગુજરાતના વકીલ મંડળોને ઈ-લાઈબ્રેરી મળી રહે તે માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માધ્યમથી સહાયની રકમ આપી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને રાજ્યના વકીલોને કલ્યાણ માટે રૂપિયા 5 કરોડ જેટલી રકમની સહાય આપી હતી.