અખાત્રીજ પર બની રહ્યા છે 6 શુભ યોગઃ ધન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય
- આ વખતે અખાત્રીજ 22 એપ્રિલ શનિવારના રોજ મનાવાશે.
- દિવાળીની જેમ અખાત્રીજ પર પણ માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
- આ વર્ષની અક્ષય તૃતિયા ખાસ છે, કેમકે તે દિવસે છ શુભ યોગ બની રહ્યા છે.
દર વર્ષે વૈશાખ મહિનાની ત્રીજના દિવસે અક્ષય તૃતિયા ઉજવવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસને અખાત્રીજ કહેવાય છે. આ વખતે અખાત્રીજ 22 એપ્રિલ શનિવારના રોજ મનાવાશે. અખાત્રીજને માંગલિક કાર્ય અને કોઇ પણ વસ્તુની ખરીદી માટે શુભ માનવામાં આવે છે. ખરીદી કરવાની સાથે સાથે આ દિવસે દાન કર્મનું પણ વધુ મહત્ત્વ હોય છે.
દિવાળીની જેમ અખાત્રીજ પર પણ માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષની અક્ષય તૃતિયા ખાસ છે, કેમકે તે દિવસે છ શુભ યોગ બની રહ્યા છે. આ શુભ યોગમાં કેટલાક કાર્યો કરવાથી માં લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
અખાત્રીજનું શુભ મુહુર્ત
પંચાંગ અનુસાર આ વર્ષે વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજના દિવસે, 22 એપ્રિલે સવારે 7.49થી 23 એપ્રિલ સવારે 7.47 સુધી અખાત્રીજ રહેશે.
બની રહ્યા છે આ શુભ યોગ
- ત્રિપુષ્કર યોગઃ સવારે 5.49થી સવારે 7.49 સુધી
- આયુષ્માન યોગઃ 22 તારીખે સવારે 9.26 સુધી
- સૌભાગ્ય યોગઃ સવારે 9.36થી આખી રાત સુધી
- રવિ યોગઃ રાતે 11.24થી શરૂ થઇને 23 એપ્રિલ સવારે 5.48 સુધી
- સર્વાર્થ સિદ્ધિ યોગઃ 22 તારીખે રાતે 11.24થી 23 એપ્રિલ સવારે 5.48 સુધી
- અમૃત સિદ્ધિ યોગઃ 22 તારીખે રાતે 11.24થી બીજા દિવસે સવારે 5.48 સુધી
અક્ષય તૃતિયા પર કરો આ કામ
- અક્ષય તૃતિયાના દિવસે માં લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો. દેવી લક્ષ્મી સાથે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.
- લગ્ન માટે પણ અખાત્રીજનો દિવસ શુભ માનવામાં આવે છે. આ દિવસે મુહુર્ત જોયા વગર કોઇ પણ સમયે પોતાની સુવિધા અનુસાર લગ્નના મુહુર્તમાં બંધાઇ શકાય છે.
- અખા ત્રીજ પર સોનાના આભુષણ ખરીદવા શુભ હોય છે. એવી માન્યતા છે કે સોનું ખરીદવાથી તેમાં અનેક ગણી વૃદ્ધિ થાય છે. તમે કોઇ નવી ગાડી ખરીદવાનું વિચારતા હો તો તે તમારા માટે લકી સાબિત થઇ શકે છે.
આ પણ ખાસ વાંચોઃ પેઇનકિલર છતાં માથાનો ડાબી બાજુનો દુખાવો મટતો નથી? તો સાવધાન!