મોરક્કોમાં 6.8નો વિનાશક ભૂકંપઃ 632ના મોત, અનેક ઈમારતો ધરાશાયી
- કેટલીક જગ્યાએ ભૂકંપની તીવ્રતા 7થી વધુ
- ભૂકંપના ઝાટકા મરાકેશથી લગભગ 350 કિમી દુર અનુભવાયા
- પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી મદદની ખાતરી આપી
મોરક્કોમાં મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 632 લોકોના મોત અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 329થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર પણ મળી રહ્યા છે. હજુ સુધી રાહત અને બચાવકાર્યની કામગીરી ચાલુ છે. મંત્રાલયે કહ્યું કે મોટા ભાગનું નુકસાન શહેરો અને નગરોની બહાર થયું છે. મોરોક્કોમાં આવેલ પ્રચંડ ભૂકંપના કારણે ઐતિહાસિક શહેર મારકેશથી એટલાસ પર્વતમાળાના ગામો સુધીની ઇમારતોને નુકસાન થયું હતું.
ભારતીય સમય અનુસાર ભુકંપ વહેલી સવારે આવ્યો હતો
ભારતીય સમય અનુસાર આજે વહેલી સવારે 3.41 વાગ્યાની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો. USGS અનુસાર આ 120 વર્ષોમાં ઉત્તરી આફ્રિકામાં સૌથી શક્તિશાળી ભૂકંપ છે. USGSએ જણાવ્યુ હતું કે વર્ષ 1900 બાદ આ એરિયાના 500 કિમી ક્ષેત્રમાં કોઈપણ મોટો ભૂકંપ આવ્યો નથી. અહી એમ 5 લેવલનો ભૂકંપ જ નોંધાયો છે. મારાકેશ શહેરના એક રહેવાસીએ જણાવ્યુ હતું કે ભૂકંપના કારણે અનેક ઈમારત ધરાશાયી થઈ છે. હાલ વિનાશક ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ છે. આ ભયાનક ભૂકંપની તસવીર અને વીડિયો સામે આવી રહ્યા છે.
Extremely pained by the loss of lives due to an earthquake in Morocco. In this tragic hour, my thoughts are with the people of Morocco. Condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. India is ready to offer all possible assistance to…
— Narendra Modi (@narendramodi) September 9, 2023
PM મોદીએ શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે મોરક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી ખુબ જ દુ:ખ થયું છે. આ દુ:ખના સમયે મારી સંવેદના મોરક્કોના તે લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ભારત આ મુશ્કેલ સમયમાં શક્ય તેટલી મદદ કરવા તૈયાર છે.
તુર્કીમાં પણ આવો જ વિનાશકારી ભૂકંપ આવ્યો હતો
આ પહેલા તુર્કીમાં પણ આવો જ એક વિનાશકારી ભૂકંપ 6 ફેબ્રુઆરી 2023ના રોજ આવ્યો હતો, જેમાં 45 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીનું ગાઝિઆન્ટેપ હતું. 2004 માં પણ ભૂમધ્ય સમુદ્રના દરિયાકાંઠાના શહેર અલ હોસીમા નજીક 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 600 થી વધુ લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચોઃ G-20 ખાતે PM મોદીના સંબોધન દરમિયાન નેમપ્લેટ પર ‘ભારત’ લખેલું જોવા મળ્યું