આવકવેરામાં સરેરાશ 10 દિવસમાં જ રીફંડ આપવાની પોલીસીની જાહેરાતના 36 કલાકમાં જ આવેલા એક સમાચારમાં 2022-23ના નાણાકીય વર્ષ માટે જે રીતે રેકોર્ડબ્રેક રિટર્ન ફાઈલ થયા હોવાની અને જે કરદાતા તેનું વેરીફીકેશન ચુકી ગયા હશે તેમના રીફંડ પણ વિલંબ થશે.
કરદાતાએ 30 દિવસમાં વેરીફાઈલ કર્યા નથી
ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ જેઓએ વહેલા રિટર્ન ફાઈલ કર્યા છે અને જેઓને રીફંડ લેવાનું થાય છે તેવા કલીયર-કટ-કેસમાં પણ 31 લાખ લોકોના રીફંડ અટકી ગયા છે. જેઓએ વહેલા રિટર્ન ફાઈલ કર્યા છે. તેઓના રીટર્નની પણ હજુ કરદાતાએ 30 દિવસમાં વેરીફાઈલ કર્યા નથી. સામાન્ય રીતે આવકવેરા રિટર્ન ફાઈલ થયાના 30 દિવસમાં કરદાતાએ તેની વેરીફીકેશન પ્રક્રિયા પુરી કરવાની હોય છે અને હજું આ સમય સીમા પુરી થયા બાદ પણ જેમાં વેરીફીકેશન કરતા નથી.
કુલ 6.91 કરોડ કરદાતાઓ
તેઓને રીફંડ જો ચુકવવાપાત્ર હોય તો તે રીફંડ થતું નથી અને કરદાતાએ ફરી ટેક્ષ રીટર્ન કરવાનું રહે છે. આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ 23 ઓગષ્ટ સુધીમાં 6.91 કરોડ લોકોએ રીટર્ન ફાઈલ કર્યા છે પણ 6.59 કરોડ લોકોએજ વેરીફીકેશન કર્યુ છે. અન્ય 31 લાખ લોકો જે સમય મર્યાદા ચુકી ગયા છે તેઓએ ફરી રીટર્ન ફાઈલ કરવું પડશે.