

દિવાળી પહેલા મુકેશ અંબાણી આખા દેશને ભેટ આપે તેવી પૂરી શક્યતાઓ છે. રિલાયન્સ ગ્રુપ દ્વારા દિવાળી આસપાસ 5G નેટવર્કનું લોન્ચિંગ થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે- નાથદ્વારાથી 5G નેટવર્કની શરૂઆત થઈ શકે છે. જો કે, હાલ સત્તાવાર રીતે 5G નેટવર્કના લોન્ચિંગને લઈ રિલાયન્સ ગ્રુપ કે મુકેશ અંબાણી તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

નાથદ્વારાથી કરી હતી 4G નેટવર્કની શરૂઆત
મહત્વનું છે કે 4G નેટવર્કની શરૂઆત પણ મુકેશ અંબાણીએ રાજસ્થાનમાં આવેલા નાથદ્વારાથી જ કરી હતી. સોમવારની સવારે રિલાયન્સ ગ્રુપ અને દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ઉદયપુરના ડબોકમાં મહારાણા પ્રતાપ એરપોર્ટ પહોંચ્યા. અહીંથી તેઓ રોડ માર્ગે શ્રીનાથજી જવા નીકળ્યા હતા. અહીં તેમણે શ્રીનાથજી મંદિરમાં ભોગ આરતી કરી પૂજા કરી હતી. શ્રીનાથજી આવેલા મુકેશ અંબાણીએ મંદિરના ગોસ્વામી વિશાલ બાબા સાથે મુલાકાત કરી હતી. તેમજ અંબાણી પરિવારની થનારી પુત્રવધુ રાધિક મર્ચન્ટે પણ આશીર્વાદ લીધા હતા. મુકેશ અંબાણીએ વિશાલા બાબા સાથે પુષ્ટિમાર્ગીય ઈતિહાસ પર ચર્ચા કરી હતી. મંદિરના નવ નિર્માણ પર પણ ચર્ચા કરી હતી. એક કલાક અને ત્રણ મિનિટ સુધી મુકેશ અંબાણી શ્રીનાથજી મંદિરમાં રોકાયા હતા.

અંબાણી પરિવારને શ્રીનાથજીમાં અતૂટ શ્રદ્ધા
અંબાણી પરિવારને વલ્લભ સંપ્રદાયના મુખ્ય સ્થાન એવા શ્રીનાથજી મંદિરમાં અતૂટ શ્રદ્ધા છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા કે શુભ કાર્ય કરતા પહેલા રાજસ્થાનના આ મંદિરમાં ચોક્કસથી પૂજા અર્ચના કરે છે.

પાંચ વર્ષ પહેલા 14 મેના રોજ કોઈને જાણ કર્યા વિના મુકેશ અંબાણી અહીં મુલાકાત કરવા પહોંચી ગયા હતા. મુકેશ અંબાણીના માતા કોકિલાબેન આ મંદિરના વાઈસ પ્રેસિડેન્ટ છે. મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી પણ શ્રીનાથજીમાં શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષોથી અંબાણી પરિવાર અહીં