ગુજરાતના 25 જિલ્લાઓમાં 58 નવનિર્મિત પોલીસ સ્ટેશન, આવાસોનું રૂ.૩૪૭ કરોડના ખર્ચે નવનિર્માણ
ગૃહ મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી વર્ચુઅલ જોડાઈને સમગ્ર ગુજરાતના 25 જિલ્લાઓમાં નવા પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોના રૂપિયા 347 કરોડના ખર્ચે નવનિર્માણ કરી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ડીવાયએસપી તથા બાયડ પોલીસ લાઈન અને સાઠંબા પોલીસ સ્ટેશનનું નવનિર્માણ કરી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.જે સરકાર દ્વારા પોલીસ માટે ઉત્તમ કાર્ય છે. નવનિર્મિત પોલીસ સ્ટેશન નો મુખ્ય હેતુ અરજદારોને સારી સુવિધા મળી રહે અને પોલીસ તંત્ર સમાજ માટે વધુ સારી રીતે કાર્ય કરી શકે તેવો છે. પોલીસ પરિવાર ને હૂંફ પૂરી પાડવા સારું તેમજ એક જ પરિસરમાં પોલીસ પોતાના પરિવારની સાથે રહી શકે તે માટે અરવલ્લી જિલ્લામાં આગામી સમયમાં એક ભવ્ય હેડક્વાટર નવનિર્માણ પામવા જઈ રહ્યું છે. જેમાં 280 પોલીસ ક્વાર્ટર્સ તેમજ બાલક્રિડાગણ, માઉન્ટેન ડિવિઝન, પોલીસ તાલીમ સંકુલ,એમ.ટી ડિવિઝન,પરેડ ગ્રાઉન્ડ તથા પોલીસ પરિવારના બાળકો માટે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન આગામી સમયમાં થશે.
લગભગ 58 જેટલી બિલ્ડિંગોનું ઈ-લોકાર્પણ
મકાનોમાં રાજકોટ ખાતે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવું સાયબર ક્રાઇમ યુનિટ, આઇ.બી. કચેરી, એસ.પી. કચેરી, પોલીસ સ્ટેશન, પોલીસના રહેણાંક આવાસો, ડાંગ કેનાલ, મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ, વાયરલેસ વર્કશોપ, માઉન્ટેડ યુનિટ, સ્પોર્ટસ ફેસીલીટી સહિતના બિલ્ડીંગોનું લોકાર્પણ કરવામાં આવ્યું
પોલીસ મકાનોમાં ઘોડિયાઘર સહિત અનેક સુવિધાઓ
નવીન બિનરહેણાંક આવાસોમાં મુદ્દામાલ પુરતા સ્ટોરેજ, શારીરિક વિકલાંગ વ્યક્તિઓ માટે રેમ્પ, જમવા માટે લંચ રૂમ, સી.સી.ટી.વી., બેઝમેન્ટમાં પાર્કિંગ, મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક, કોન્ફરન્સ મલ્ટી પરપઝ હોલ, રેકર્ડ રૂમ, પુરુષ તથા મહિલા કેદીઓ માટે એટેચ ટોયલેટ વાળા લોકઅપ, બાળકો માટે અલાયદી સગવડ, અલગ પાસપોર્ટ ડેસ્ક, કાઉન્સેલીંગ રૂમ, ઇન્ટ્રોગેશન રૂમ તેમજ મહિલા કર્મચારીઓ માટે ઘોડિયાઘર વિગેરે સુવિધાઓથી સજ્જ છે.
રહેણાંક આવાસોની ડિઝાઇનમાં સુધારો કરી ક્ષેત્રફળમાં વધારો, પોલીસ કોન્સ્ટેબલ,જેલ સિપાહીઓને 1BHK મકાનને બદલે ફુલ ફર્નિશ્ડ 2BHK મકાન વિવિધ સવલતો સાથે બેડરૂમ, મોડ્યુલર કિચન વુડન કબાટ, હાઇરાઇઝ મકાનોમાં લીફ્ટ, કેમ્પસમાં પાર્કિંગ, પેવર બ્લોક, બાળકો માટે રમત-ગમતના સાધનો, કસરતના સાધનો, આંગણવાડી, બાગબગીચા તથા પ્રસંગો ઉજવી શકાય તેવી જગ્યાની સગવડ, ગેસ કનેકશન સમેત અનેક સવલતો સહિતના મકાનોનું લોકાર્પણ કરાયું.
આ કાર્યક્રમમાં સાંસદ, ગાંધીનગર લોકસભા અને કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રી, અમિત શાહ વર્ચ્યુઅલ જોડાયા હતા.પ્રમુખ જિલ્લા પંચાયત અરવલ્લી લાલસિંહ હિંમતસિંહ ચૌહાણ, કલેક્ટર અરવલ્લી ર્ડો. નરેન્દ્રકુમાર મીના, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.