દેશ અને રાજ્યભરમાં સરકારી હોસ્પિટલોની દયનીય સ્થિતિને લઈને અવાર-નવાર રિપોર્ટ સામે આવતા રહે છે. તેવામાં એક વખત ફરીથી એક જ હોસ્પિટલમાં માત્ર ચાર જ દિવસમાં 57 દર્દીઓના મોત થતાં હડકંપ મચી ગયો છે. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં ભીષણ ગરમી અને લૂ વચ્ચે પાછલા ચાર દિવસમાં જિલ્લા સરકારી હોસ્પિટલમાં 57 લોકોના મોત થઈ ગયા છે. જોકે, મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીએ દાવો કર્યો છે કે જિલ્લામાં હિટ સ્ટ્રોક (લૂ લાગવાથી) અત્યાર સુધી માત્ર બે લોકોના જ મોત થયા છે.
તો બીજી તરફ બલિયાના ધારાસભ્ય અને પ્રદેશના પરિવહન મંત્રી દયાશંકર સિંહે અજીબો-ગરીબ નિવેદન આપતા કહ્યું કે ગરમીના સમયે મૃત્યુ દર વધી જાય છે. તેમને કહ્યું કે, પહેલા પણ આવું થઈ ચૂક્યું છે, એવું નથી કે આ પહેલી વાર બની રહ્યું છે. આ દરમિયાન સંખ્યા બંધ મોતના કેસને લઈને સરકાર દ્વારા રચવામાં આવેલી સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની બે સભ્યની ટીમે રવિવારે તપાસ શરૂ કરી દીધી છે.
ડાયરેક્ટર (કોમ્યુનિકેબલ ડિસીઝ) ડૉ. એ.કે. સિંઘ અને ડાયરેક્ટર (મેડિકલ કેર) કેએન તિવારીની બનેલી કમિટીએ જિલ્લા હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં વૃદ્ધ દર્દીઓના મૃત્યુમાં વધારાનું મુખ્ય કારણ વધારે પડતી ગરમીને ટાંકવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.
એક તરફ દર્દીઓના મોત થઈ રહ્યા છે તો બીજી તરફ આ કેસને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે લખનઉમાં એક નિવેદનમાં કહ્યું કે પ્રદેશમાં બધી રીતે અરાજકતા છે અને સરકાર નામની કોઈ જ ચીજ નથી.
તેમણે કહ્યું કે, ગરમીથી બલિયામાં 24 કલાકમાં 36 મોત થવા દૂર્ભાગ્યપૂર્ણ અને શરમજનક ઘટના છે. બલિયા જિલ્લામાં જ પાછલા આઠ દિવસમાં 121 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો- સશસ્ત્ર દળોમાં વરિષ્ઠ અધિકારીઓ માટે ચાલુ વર્ષથી લાગું થશે સામાન્ય વાર્ષિક ગોપનીય રિપોર્ટ
બલિયાના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી ડો જયંત કુમારે દાવો કર્યો કે બલિયા જિલ્લામાં હિટ સ્ટોકથી અત્યાર સુધી બે લોકોના મોત થયા છે. તેમને જણાવ્યું કે જિલ્લા હોસ્પિટલના અભિલેખોમાં નોંધાયેલા વિવરણ અનુસાર 40 ટકા લોકોની તાવ અને 60 ટકા લોકોની અન્ય રોગોના કારણે મોત થયા છે.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, ભાજપા સરકારના દાવાઓની પોલ જનતા સામે ખુલી ચૂકી છે. પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી બ્રિજેશ પાઠકે મોટા-મોટા દાવા કરે છે કે પરંતુ સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજમાં જરૂરી દવાઓ ઉપલબ્ધ નથી.
જિલ્લા હોસ્પિટલના પ્રભારી મુખ્ય ચિકિત્સા અધીક્ષક ડો એસકે યાદવે જણાવ્યું કે હોસ્પિટલમાં ગત 15 જૂને 154 દર્દી દાખલ થયા, જેમાંથી 23 દર્દીઓની વિભિન્ન કારણોથી મૃત્યુ થયું છે. તેમના જણાવ્યા અનુસાર , તે ઉપરાંત 16 જૂને 20 દર્દી, 17 જૂને 11 દર્દીઓના મોત થયા છે.
તેમને સ્વીકાર્યું છે કે બલિયામાં સામાન્યથી વધારે સંખ્યામાં લોકો મરી રહ્યા છે. તેમાંથી 60 વર્ષથી વધારે ઉંમરના લોકોની સંખ્યા વધારે છે.
આ વચ્ચે જિલ્લા હોસ્પિટલના મુખ્ય ચિકિત્સા અધીક્ષક (સીએમએસ) ડો દિવાકર સિંહને કથિત રીતે મોતના કારણોના કારણે બેદરકારી રાખવાની ટિપ્પણી કર્યા પછી હટાવી દીધા અને આજમગઢ મોકલી દેવામાં આવ્યા છે. તેમને શુક્રવારે કહ્યું હતુ કે ગરમીના કારણે હોસ્પિટલમાં 20થી વધારે દર્દીઓના મોત થયા છે.
બલિયા જિલ્લા હોસ્પિટલમાં રવિવારે ત્રણ અન્ય દર્દીઓના મોત સાથે જ મૃત્યુઆંક 57 પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો- રાજસ્થાનમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ; હજારો લોકોનું સ્થળાંતર-ચાર લોકોના મોત