57 ટકા પુરુષ ભારતીય કોર્પોરેટ્સમાં વિટામિન બી-12ની ખામી


નવી દિલ્હી, 17 માર્ચ: ઘરના ખર્ચાઓ, જવાબદારી તેમજ ઇએમઆઇ ચૂકવવાની લ્હાયમાં આજે અનેક લોકોને કમાણી પાછળ આંધળી દોટ લગાવવી પડે છે. આ પરિસ્થિતિમાં અનેક લોકોને પૂરતી ઊંઘ મળતી નથી જેની અસર તેમના કામ પર પડે છે અને સમય જતા તેનું વિપરીત પરિણામ આવે છે. આવો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં લગભગ 57 ટકા પુરુષ ભારતીય કોર્પોરેટ્સ વિટામિન બી-12ની ખામીથી પીડાતા હોવાનું બહાર આવ્યુ છે, જે વિટામીન બી-12ની ખામી હોવાનું દર્શાવે છે.
ડિજીટલ હેલ્થકેર પ્લેટફોર્મ મેડીબડ્ડી દ્વારા હાથ ધરાયેલા આ સર્વેમાં જણાવ્યુ હતુ કે વિટામિન બી-12 શરીરમાં ઊર્જા અને મગજની પ્રવૃત્તિ માટે મહત્ત્વનું પોષક તત્ત્વ છે. આ અભ્યાસમાં 4,400 વ્યક્તિઓને આવરી લેવાયા હતા. તેમા 3,338 પુરુષો અને 1,059 મહિલા કોર્પોરેટ કર્મચારી હતા. મહિલાઓમાં પણ આ પ્રમાણ 57 ટકા સુધીનું જોવા મળ્યું છે. આથી દર વર્ષે વિટામિન બી-12નો ટેસ્ટ કરાવવો જરૂરી છે. કોર્પોરેટ પ્રોફેશનલ્સ તેમના અત્યંત વ્યસ્ત શેડ્યુલ, ઊંચા સ્ટ્રેસ લેવલ તથા ખાવાની અયોગ્ય ટેવોના પગલે કેટલીય વખત પૂરતા પોષણવાળો આહાર લેતા નથી.
ઉપરાંત ઊંઘ પૂરી ન થવાનું કારણ અડધી રાતે વોશરૂમ જવું પડે છે તે છે, 72 ટકા લોકોએ આ કારણ જણાવ્યું છે. અન્ય કારણોમાં અનિયમિત દિનચર્યા, શોરબકોર, મચ્છરોથી હેરાનગતિ તેમજ સાથી કે બાળકોના કારણે ઊંઘ તૂટવી તે મુખ્ય કારણ છે. અપૂરતી ઊંઘ કેટલાય રોગને આમંત્રણ આપે છે. તેનાથી ફક્ત થાક અને ડાર્ક સર્કલ્સ જ થતાં નથી, પરંતુ તેની ગંભીર અને દીર્ઘકાલીન અસર થાય છે. અપૂરતી ઊંઘના કારણે કર્મચારીની કાર્યક્ષમતા પર પણ અસર પડી રહી છે.
ડાયેટિશિયનનું કહેવું છે કે વિટામિન બી-12 એનિમલ પ્રોડક્ટ્સમાંથી મળે છે અને તેથી મોટાભાગના શાકાહારીઓમાં આ વિટામિનની ઉણપ જોવા મળે છે. આ ઉપરાંત વઘુ પડતું પ્રોસેસ્ડ કરેલું ફૂડ, આલ્કોહોલ અને વઘુ પડતા કેફિનના કારણે વિટામિન બી-12ની શરીરમાં શોષાવવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. તેની ખામીના લીધે શરીરમાં થાક લાગે છે.
આ પણ વાંચોઃ હોળીના દિવસે કપલમાં થયો ડખો, પત્નીએ પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાંખ્યો ને પછી