ટ્રેન્ડિંગમનોરંજન

56 વર્ષીય અરબાઝ ખાને 15 વર્ષ નાની શુરા સાથે કર્યા નિકાહ, ખાન પરિવારમાં ઉજવણી

Text To Speech

મુંબઈ, 25 ડિસેમ્બર: બોલિવૂડ ઈન્ડસ્ટ્રી તેમજ ખાન પરિવારમાં ઉજવણીનો માહોલ છે. કેમ કે 56 વર્ષના અરબાઝ ખાને બીજા નિકાહ કર્યા છે. અભિનેતાએ તેની મેક-અપ આર્ટિસ્ટ 41 વર્ષની શુરા ખાન સાથે નિકાહ કર્યા છે. અરબાઝના 21 વર્ષના પુત્રને બીજી માતા મળી છે. અરબાઝ અને શુરાના નિકાહની જવાબદારી બહેન અર્પિતા ખાને લીધી હતી. તેણીએ પોતાના ઘરે આ લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું.

ખાન પરિવારમાં ઉજવણીનો માહોલ

અરબાઝ-શુરાના નિકાહ ખૂબ જ ધામધૂમથી થયા હતા. અરબાઝના નિકાહમાં સલમાન ખાન, સલમા ખાન, સલીમ ખાન, સોહેલ ખાન, નિર્વાણ ખાન, અરહાન ખાન, સંજય કપૂર, મહિપ કપૂર, ફરાહ ખાન, સાજિદ ખાન, ટીવીની લોકપ્રિય અભિનેત્રી રિદ્ધિમા પંડિત સહિત ઘણા સેલેબ્સે હાજર રહ્યા હતા. સિંગર હર્ષદીપ કૌરે નિકાહ બાદ પર્ફોર્મન્સ આપ્યું હતું. ખાન પરિવારની સાથે તમામ સેલેબ્સે આ પાર્ટીને ખૂબ એન્જોય કરી હતી.

ફોટો-instagram@arbaazkhanofficial

અરબાઝ ખાન અને શુરા ખાનના નિકાહના સમાચાર 2-3 દિવસ પહેલા જ વાયરલ થયા હતા. જો કે, લાંબા સમયથી અરબાઝ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને સંકેતો આપી રહ્યો હતો કે તે કોઈની સાથે સંબંધમાં છે. પરંતુ તેણે ક્યારેય તેનું નામ કે ચહેરો બહાર પાડ્યો ન હતો.

2017માં મલાઈકા સાથે લીધા હતા છુટાછેડા

અરબાઝ ખાન શૂરા પહેલા મલાઈકા અરોરાના પતિ હતા. બંનેએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. લગ્નના 4 વર્ષ પછી બંને એક પુત્રના માતા-પિતા બન્યા, જેનું નામ અરહાન ખાન રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2017 માં મલાઈકા અને અરબાઝ અલગ થઈ ગયા. બંનેના છૂટાછેડા થઈ ગયા. ત્યારથી બંને વચ્ચે મિત્રતાનો સંબંધ હંમેશા ચાલુ રહ્યો. બંનેએ સાથે મળીને અરહાનને ઉછેરવાની જવાબદારી લીધી હતી. મલાઈકા અરોરા હાલમાં અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને 2019 થી સાથે છે. બંને ઘણીવાર મુંબઈમાં લંચ કે ડિનર ડેટ પર સાથે જોવા મળે છે.

અરબાઝની લવ લાઈફ વિશે વાત કરીએ તો મલાઈકા પછી અભિનેતાએ થોડા વર્ષો સુધી જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી હતી. પરંતુ વર્ષ 2020-21માં બંને અલગ થઈ ગયા. ત્યારથી અરબાઝ શૂરા ખાન સાથે છે. હવે બંનેએ નિકાહ કરી લીધા છે.

આ પણ વાંચો: વિકી કૌશલની સિદ્ધિમાં નવું છોગું, સ્વયં ઈન્સ્ટાગ્રામે તેને ફૉલો કરવાનું શરૂ કર્યું

Back to top button