

ચોમાસામાં અમારે ક્યાં જઉં
પાલનપુર: ગણેશપુરા વિસ્તારમાં આવેલ સમાજની વાડી તેમજ એક સોસાયટીના માર્ગ ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા કાચાપાકા દબાણ કરવામાં આવ્યા છે.જેથી વાડી સંચાલકો તેમજ સોસાયટીના રહીશો દ્વારા દબાણ ખુલ્લુ કરવા પાલિકામાં લેખીત રજૂઆત કરી હતી.જેના પગલે પાલિકા દ્વારા જગ્યાનું સર્વે કરી માપણી કરવામાં આવી હતી.જેમાં કેટલાક કાચા અને પાકા મકાનો દબાણમાં હોવાથી આઠ ઉપરાંતના રહીશોને પોતાનું દબાણ દુર કરવા પાલિકા દ્વારા નોટીસ આપવામાં આપી છે.જેના પગલે રહીશો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા. અને દબાણની નોટીસ ને લઈને રહીશોએ કલેકટર કચેરીમાં રજૂઆત કરી હતી.

ચોમાસામાં અમારે જવું તો ક્યાં જવું ?
રજૂઆત માટે આવેલા રહીશોએ આ અંગે જણાવ્યુ હતુ કે, ગણેશપુરા રોડ પર 11 જેટલા મકાનો છે.જ્યાં અમે છેલ્લા 60 વર્ષથી વસવાટ કરીએ છીએ રસ્તો કરવા માટે રહેણાંક તોડવા અમને નોટીસો આપવામાં આવી છે. દરવાજો કરવા માટે કહે તો અમે તૈયાર છીએ પરંતુ રેસીડન્સ તોડવાની વાત કરે છે.તો ચોમાસાની સીઝનમાં બાળકોને લઇ ક્યાં જઇએ? અમારી પાસે એટલા રૂપીયા પણ નથી કે અન્ય જગ્યા પર જઇ રહી શકીએ, જેથી જો અમારા મકાન તોડવામાં આવે તો અમને અન્ય જગ્યા પર રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે.