ધર્મ

શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવની 551 જન્મ જયંતિ !

ગુરુ નાનક શીખ ધર્મ ના સ્થાપક છે. ગુરુ નાનક 15 એપ્રિલ 1469 ના રોજ વૈશાખી દિવસે જન્મ્યા હતા. તેમનો જન્મ પંજાબના તલવંડીમ અથ્યો હતો જે હવે પાકિસ્તાનમાં છે. આ જગ્યા નનકાના સાહિબના નામથી ઓળખાય છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ગુરુ નાનક જયંતિ ઉજવામાં આવે છે.

શીખ ધર્મના લોકો માટે આ તહેવાર ખાસ છે. વહેલી સવારે ઉઠીને પ્રભાત ફેરી દ્વારા તહેવારની શરૂઆત કરે છે. ગુરુદ્વારા જઈને દર્શન કરે છે. તેમજ ગુરુનાનક જયંતીના આગલા દિવસે અખંડ પાઠ પણ કરવામાં આવે છે. જન્મદિવસની પહેલા એક નાગાકિર્તન ઉજવામાં આવે છે. જેમાં ગુરુ ગ્રન્થ સાહેબની પાલખી કાઢવામાં આવે છે. જેવા ગીતો ગવાય છે અને તલવારોના વિવિધ પ્રદશૅન થાય છે.

ગુરુ નાનક સાહેબના ત્રણ નિયમોનું પાલન કરવા કહ્યું છે

ગુરુ નાનકનો જન્મ કારતક સુદ પૂનમની તિથિએ રાત્રીના સમયે થયો હતો. શીખ ધર્મના લોકો માટે આ તહેવાર ખાસ છે. ગુરુનાનક જયંતીના દિવસ વહેલી સવારે ઉઠીને પ્રભાત ફેરી દ્વારા તહેવારની શરૂઆત કરે છે. ગુરુદ્વારા જઈને દર્શન કરે છે. તેમજ ગુરુનાનક જયંતીના આગલા દિવસે અખંડ પાઠ પણ કરવામાં આવે છે. જન્મદિવસની પહેલા એક નાગાકિર્તન ઉજવામાં આવે છે. જેમાં ગુરુ ગ્રન્થ સાહેબની પાલખી કાઢવામાં આવે છે. જેવા ગીતો ગવાય છે અને તલવારોના વિવિધ પ્રદશૅન થાય છે. તેમજ નાનકજી દ્વારા આપવામાં આવેલ ત્રણ નિયમો, ઈશ્વરની આરાધના, મહેનતની કમાણી અને ગરીબોને દાન કરવું આ નિયમોને અનુસરે છે.

શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવની 551 જન્મ જયંતિ ! - humdekhengenews

દેહત્યાગ

ગુરુ નાનકજી ઈ. સ. 1539, 22 સપ્ટેમ્બર, ભાદરવા વાળ દસમના દિવસે દેહત્યાગ કર્યો હતો. ત્યારે હિંદુ-મુસ્લિમ બન્ને કોમના શ્રદ્ધાળુ ખુબ વ્યથિત થયા હતા અને બંન્ને વચ્ચે મતભેદ થયા. હિંદુ શ્રદ્ધાળુ તેમના અંતિમ સંસ્કાર કરવા ઈચ્છતા હતા જયારે મુસ્લિમ શ્રદ્ધાળુઓ દફનાવ ઈચ્છતા હતા. પરંતુ જયારે ચાદર હટાવી ત્યારે ગુરુ નાણાંક સાહેબના નશ્વરદેહની જગ્યાએ ચાદર નીચે માત્ર સફેદ ફૂલોનો ઢગલો હતો.

આ પણ વાંચો : ગ્રહણ દરમિયાન કેમ ભોજન ન કરવુ જોઈએ?, શું છે તેની પાછળનું કારણ

ગુરપુરબ ઉજવણી અમૃતસરના સુવર્ણ મંદિરમાં ખૂબ ઉત્સાહ અને આનંદભેર કરવામાં આવે છે. દેશભરમાં ગુરુદ્વારામાં, ગુરુ કા લંગર તરીકે ઓળખાતા ખાસ સમુદાયનો ભોજન યોજાય છે અને આ ઉજવણીનો ભાગ ઇચ્છતા કોઈપણ લોકો સેવા આપી શકે છે. ગુરુ કા લંગર તરીકે ઓળખાતા આ પ્રસાદ કાર્યક્રમમાં હંમેશાં શાકાહારી અને પોષણયુક્ત ભોજન ભક્તોને પીરસવામાં આવે છે. રસોડાને સ્વચ્છ રાખવું અને લાંગરને સ્વચ્છ સ્વાસ્થ્યની સ્થિતિમાં રાખવું એ અત્યંત મહત્વનું છે. ગુરપુરબના પવિત્ર તહેવારની ઉજવણી માટે આ દિવસે કાદ પ્રસાદ તૈયાર છે. કદા પ્રાસદ પરંપરાગત મીઠી ઘઉંનો લોટ, ઘી અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. શક્ય તેટલા લોકોને વિતરિત કરી શકાય તેની ખાતરી કરવા માટે મોટા જથ્થામાં પ્રસાદ તૈયાર કરવામાં આવે છે.

Back to top button