ટોપ ન્યૂઝબિઝનેસ

ઈન્ડિગોની 55 ટકા ફ્લાઈટ્સ આ કારણે થઈ હતી મોડી, તમને પણ લાગશે નવાઈ

Text To Speech

દેશમાં ફરી એક વાર એરલાઈન કંપની મુશ્કેલીમાં આવી છે. હવે દેશની સૌથી મોટી અને સૌથી વધુ ફ્લાઈટ્સ ધરાવતી IndiGoની 900 ફ્લાઈટ્સ વિલંબમાં મૂકાઈ હતી જેને કારણે પ્રવાસીઓને ખૂબ તકલીફનો સામનો કરવો પડ્યો હતો. એક માહિતી અનુસાર ક્રૂ મેમ્બર્સ સામૂહિક રજા પર ઉતરી જતા ફ્લાઈટ્સ ખોરવાઈ હતી.

આ ઘટના શનિવારથી જ શરૂ થઈ હતી અને ઘણી ફ્લાઈટ્સ અટવાઈ હતી. રવિવારે એરલાઈન્સ કંપની IndiGoની ઘણી ફ્લાઈટ્સ વિલંબમાં મૂકાઈ હતી. ક્રૂ મેમ્બર્સ ન આવતા ઘણી ફ્લાઈટ્સ ટાઈમસર ઉપડી શકી નહોતી આને કારણે પ્રવાસીઓને મોટી તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

ફરિયાદ સામે આવતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હરકતમાં આવ્યું હતું અને કંપની પાસેથી ખુલાસો માગ્યો હતો. કેમકે દેશભરના ઘણાં એરપોર્ટ પર મુસાફરોને ભારે હલાકીનો સામનો કરવો પડ્યો છે. સસ્તા ભાડામાં હવાઈ મુસાફરી કરાવતી ઈન્ડીગો દેશમાં દરરોજ 1600 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. આ ઘટનાને કારણે લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

 

જોકે એક માહિતી અનુસાર મોટાભાગના ઈન્ડિગોના કેબીન-ક્રૂ કર્મચારીઓ શનિવારે એર ઈન્ડિયામાં નવી ભરતી માટે ઈન્ટરવ્યુ આપવા માટે ગયા હોવાથી તેમને રજા લીધી હતી. જેના પરિણામે ઈન્ડિગોની 900 જેટલી ફ્લાઈટ્સમાં પરિસ્થિતિ બગડી હોવાની સામે આવી રહ્યું છે.

શનિવારે પણ ઘણી ફ્લાઈટ અટવાઈ હતી
શનિવારે પણ ઈન્ડીગોની ઘણી ફ્લાઈટ્સ અટવાઈ હતી તે વખતે પણ ઘણો સ્ટાફ ડ્યુટી પર હાજર થયો નહોતો આને કરાણે ઘણી ફ્લાઈટ્સ સમયસર ઉપડી શકી નહોતી અને લાખો પ્રવાસીઓને હેરાન થવું પડ્યું હતું. દેશભરમાં ઈન્ડિગોની શનિવારે 45.2 ટકા ફ્લાઈટ્સ ઓપરેટ થઈ હતી.

Back to top button