મુંબઈ પાસે કલ્યાણ રેલવે સ્ટેશને 54 ડિટોનેટર મળી આવ્યા, બોમ્બ સ્ક્વોડ સ્થળ પર
મુંબઈ, 21 ફેબ્રુઆરી : મુંબઈને અડીને આવેલા કલ્યાણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ડિટોનેટર(Detonator) મળી આવ્યા છે. આ બાબતની જાણ થતાં જ રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્કવોડના(Bomb Squad) જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ ઈલેક્ટ્રોનિક ડિટોનેટર(Electronic detonator) છે જેનો ઉપયોગ પર્વતો તોડવા માટે થાય છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈને અડીને આવેલા કલ્યાણ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ની બહાર કુલ 54 ડિટોનેટર મળી આવ્યા છે. રેલવે સ્ટેશન જેવા ભીડભાડવાળા વિસ્તારમાં આ ડિટોનેટર મળી આવતા રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ એક ઈલેક્ટ્રોનિક ડિટોનેટર છે જેનો ઉપયોગ પર્વતોને તોડવા માટે થાય છે. આ ડિટોનેટર અહીં ક્યાંથી પહોંચ્યા તે પોલીસ શોધી રહી છે. તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ તેમને ભૂલી ગયું છે કે જાણીજોઈને અહીં છોડી ગયું છે. પોલીસ રેલવે સ્ટેશન અને આસપાસના CCTV ફૂટેજ પણ સ્કેન કરી રહી છે.
સામાન્ય રીતે થાણે જિલ્લામાં સરોવરોમાં ગેરકાયદે માછીમારી માટે ડિટોનેટરનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત પથ્થરની ક્વેરીઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. બદમાશો ડિટોનેટરનો ઉપયોગ કરીને સરોવરમાં તીવ્ર મોજાં પેદા કરે છે જેને કારણે માછલીઓ કાંતો એક તરફ થઈ જાય છે અથવા મારી જાય છે જેને આ લોકો મેળવી લેતા હોય છે.
કલ્યાણ સ્ટેશન એ મુંબઈ શહેરની બહાર આવેલું છે જે લાંબા અંતરની તેમજ પરા વિસ્તારની ટ્રેનોના મુસાફરો માટે ઉપયોગી છે.
‘ગિરિરાજ અમર ઝટકા મીટ’ની દુકાન: ભાજપના ફાયર બ્રાન્ડ સાંસદ કરી રહ્યાં છે પ્રચાર