Lok Sabha election: અમદાવાદ જિલ્લામાં 85થી વધુ વયના 51 હજાર મતદારો ઘેરબેઠા મતદાન કરી શકશે
- 7મી મેની ચૂંટણી માટે આગામી 12મી એપ્રિલે જાહેરનામું બહાર પડાશે
- વિધાનસભા પ્રમાણે જોઈએ તો 6,962 એલિસબ્રિજ, 1,720 અમરાઈવાડીમાં મતદાર
- આ વખતે પણ શતાયુ મતદારો મતદાન પર્વમાં જોડાશે
અમદાવાદ જિલ્લામાં 85થી વધુ વયના 51 હજાર મતદારો ઘેરબેઠા જ મત આપી શકશે. જેમાં પશ્ચિમ લોકસભામાં અંદાજે 18,836 મતદારો 85 વર્ષથી વધુના છે. 12મી એપ્રિલે જાહેરનામું બહાર પડશે ત્યારબાદ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તેમજ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMC બાજનજર માટે AIનો ઉપયોગ કરશે, આ નિયમોનો ભંગ કરશો તો થશે દંડ
7મી મેની ચૂંટણી માટે આગામી 12મી એપ્રિલે જાહેરનામું બહાર પડાશે
લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં 85 વર્ષથી વધુ વયના 51 હજાર સહિત શતાયુ મતદારો ઘર બેઠા મતદાન કરી શકશે. 85 વર્ષથી વધુ વયના અંદાજે 18,836 મતદારો માત્ર પશ્ચિમ લોકસભામાં છે. 7મી મેની ચૂંટણી માટે આગામી 12મી એપ્રિલે જાહેરનામું બહાર પડાશે. ત્યારબાદ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.એ જણાવ્યું કે, જિલ્લામાં 51 હજારથી વધારે 85 વર્ષથી વધુ વયના અને શતાયુ મતદારો મતદાન પર્વમાં જોડાશે. અમદાવાદ પશ્ચિમમાં 18,836 અને પૂર્વમાં 6,580 અને ગાંધીનગર લોકસભામાં 16,831 મતદારો 85 વર્ષથી વધુ વયના છે.
આ પણ વાંચો: વડોદરા લોકસભાના ઉમેદવાર રંજનબેનનો પ્રચંડ વિરોધ, વિવિધ બેનરો લાગ્યા
વિધાનસભા પ્રમાણે જોઈએ તો 6,962 એલિસબ્રિજ, 1,720 અમરાઈવાડીમાં મતદાર
વિધાનસભા પ્રમાણે જોઈએ તો 6,962 એલિસબ્રિજ, 1,720 અમરાઈવાડી, 2,082 દરિયાપુર, 1,607 જમાલપુર-ખાડિયા, 2,881 મણિનગર, 1,908 દાણીલીમડા, 1,676 અસારવા, 1,166 વટવા, 1,013 નિકોલ, 1,939 નરોડા, 1,182 ઠક્કરબાપાનગર, 1,280 બાપુનગર, ગાંધીનગર લોકસભામાં 4,005 ઘાટલોડિયા, 4,393 વેજલપુર, 4,162 નારણપુરા, 2,337 સાબરમતી, 1,934 સાણંદમાં 85 વર્ષથી વધુ વયના મતદાર છે.