ગુજરાતટોપ ન્યૂઝ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ સ્ટેટ પર પોલીસ તંત્ર એક્શન મોડ પર

Text To Speech

સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. જેમાં પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાતમાં મસાજ પાર્લેરની આડમાં કૂટણખાનું ચાલતું હોવાનું અનેક વખત સામે આવ્યું છે. મસાજ પાર્લરની આડમાં ચાલી રહેલા આવા કુટણખાના પર પોલીસે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે.

આ પણ વાંચો: જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપરકાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો

કર્મચારીઓની સંખ્યા સહિતની જરુરી તમામ વિગત આપવી પડશે

સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સ્પા/મસાજ પાર્લેરના સંચાલકોએ તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિતની જરુરી તમામ વિગત હવે પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે નહીતો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: પોલીસ અધિકારી અને પીડિતા બન્ને મહિલાઓની નિડરતાને કારણે આસારામને મળી “સજા એ કાલા પાની”

પાસપોર્ટ તથા વિઝાની નકલ બીડવાની રહેશે

સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાંમાં સ્પા/મસાજ પાર્લેરે પોતાની સંસ્થા કે એકમનું નામ, માલિક, સંચાલકનું નામ તથા સરનામું અને ટેલીફોન નબર, તેમજ તમામ કર્મચારીની સંપૂર્ણ ફોટા સાથેની વિગત, જો ભારતીય હોય તો તેના ઓળખ પુરાવા, આ ઉપરાંત હાલનું સરનામું,મૂળ વતનનું સરનામું, ફોન નબર, ઓફીસ તેમજ મોબાઈલ નબરની વિગત, જો વિદેશી હોય તો તેમના પાસપોર્ટની વિગત (પાસપોર્ટ તથા વિઝાની નકલ બીડવાની રહેશે) ક્યાં વિઝા પર ભારત આવ્યા છે, તેની વિગત તેમજ હાલનું સરનામું, ઘર, ઓફીસ તેમજ મોબાઈલ નંબર આપવાનો રહેશે. જે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે.

આ પણ વાંચો: આસારામ સામે દુષ્કર્મ કેસમાં આખરે ચુકાદો આવી ગયો, જાણો કેટલા વર્ષની પડશે સજા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ સ્ટેટ પર પોલીસ તંત્ર એક્શન મોડ પર

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ સ્ટેટ પર પોલીસ તંત્ર એક્શન મોડ પર જોવા મળી રહ્યું છે. આ દરમિયાન સુરત પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સુરતમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓને બંધ કરવા પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ હવેથી સ્પામાં વિદેશી યુવતીઓના કામ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે સ્પા સંચાલકે સ્ટાફના ફોટો પ્રુફની જાણકારી પણ પોલીસને આપવી પડશે તેવું જણાવાયું છે. હુકમનો ભંગ કરાશે તો પોલીસ જાહેરનામા ભંગની કાર્યવાહી પણ કરી શકશે.

Back to top button