51 લાખની નોટોનો હાર પહેરવવા માટે વરરાજાને સીડીથી ધાબા પર ચડાવ્યો


HDNEWS, 22,એપ્રિલ: રાજસ્થાનમાં એક વરરાજાને 51,00,000 રુપિયાની નોટોનો હાર પહેરાવવાની ઘટના હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. લાખો રૂપિયાની નોટોનો આ હાર એટલો મોટો હતો કે પહેરાવવા વરરાજાને સીડી પર ચડાવીને ધાબા પર ચડાવવામાં આવ્યો હતો.
રાજસ્થાનમાં મેવાત વિસ્તારમાં વરરાજાનો પહેરાવ્યો 51 લાખ રુપિયાનો હાર
ડીગ- હાલમાં જ્યારે લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે લોકોમાં પોતાના લગ્નની યાદગાર બનાવવા કંઈક અનોખું બનાવવાના પ્રયત્નો કરતા હોય છે જેમાં લોકો પોતાના લગ્નની ભવ્ય અને યાદગાર બનાવવા માટે વિશેષ આયોજનો કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયાના જમાનામાં તેની કેટલીક ઝલક જોવા મળી રહી છે.
હાલમાં એક લગ્નના સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે જેના વિશે જાણીને તમને થશે કે વરરાજાને ઝાઝા આદરમાન મળી રહ્યા છે. આ બનાવ ડીગ જીલ્લાના મેવાત વિસ્તારનો છે. મુસ્લિમ સમાજમાં આયોજિત આ લગ્નમાં વરરાજાને નોટોની માળા પહેરાવાઈ હતી. આ માળા એટલી તો મોટી હતી કે તેના માટે વરરાજાને સીડી પર ચડાવીને ધાબા પર મોકલવો પડ્યો હતો ત્યારે વરરાજા માળા પહેરાવી શકાઈ હતી. આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: રણવીર સિંહે પોતાના ડીપફેક બાબતે નોંધાવી FIR, વાયરલ વીડિયોથી થયો હતો હંગામો