ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રોજગાર મેળા હેઠળ દેશના 50,000થી વધુ યુવાનોને સરકારી નોકરીની ભેટ

Text To Speech

નવી દિલ્હી, 30 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડા પ્રધાન રોજગાર મેળા હેઠળ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દેશભરમાંથી પસંદ કરાયેલા નવનિયુક્ત લોકો વિવિધ સરકારી મંત્રાલયો અને વિભાગોમાં કામ કરશે. તેમાં રેલ્વે મંત્રાલય, પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલય, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો સમાવેશ થાય છે.

દેશભરમાં 37 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે, આજે 50,000થી વધુ યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. હું તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત સરકારના કર્મચારીઓ તરીકે, તમારા બધા પર મોટી જવાબદારીઓ છે. તમે ગમે તે ક્ષેત્રમાં અને હોદ્દા પર હોવ.  તમારી ટોચની પ્રાથમિકતા દેશવાસીઓના ઈઝી ઑફ લિવિંગ હોવી જોઈએ.

PM મોદીએ તમામ ઉમેદવારો અને તેમના પરિવારજનોને શુભેચ્છા પણ પાઠવી હતી. તેમજ નિયુક્ત કરાયેલા ઉમેદવારોને પૂરી નિષ્ઠતાથી જવાબદારી નિભાવવા માટે પ્રેરિત કર્યા હતા. આ પહેલા, નવનિયુક્ત કર્મચારીઓને પણ કર્મયોગી પ્રારંભ દ્વારા તાલીમ આપવામાં આવશે. આ તાલીમ iGOT કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન આપવામાં આવશે. આ પોર્ટલ પર આઠસોથી વધુ ઈ-લર્નિંગ કોર્સ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: PM મોદીએ દેશમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારવાની યોજના શરૂ કરી

Back to top button