ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતનાં લક્ષ્મી ડાયમંડના 500 કારીગરો હડતાલ કરવા મજબૂર બન્યા, જુઓ શું છે સમગ્ર મામલો?

Text To Speech

સુરતએ હીરા ઉદ્યોગ માટે વિશ્વમાં જાણીતું છે. આ ઉદ્યોગે લાખો લોકોને રોજગાર આપ્યો છે. પરંતુ મોંઘવારીના મારથી લોકો પરેશાન છે. તેવામાં સુરતમાં આવેલા લક્ષ્મી ડાયમંડના 500 થી વધુ કારીગરો પગાર વધારાને લઇ હડતાલ માં ઉતર્યા છે.

જાન્યુઆરી મહિનામાં પગાર વધારવાનું કહ્યું હતું

હીરા ઉદ્યોગ માટે સુરત શહેર જાણીતું છે. આ ઉદ્યોગ હાલમાં જે રીતે મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, તેને લઈને ક્યાંક કારખાનાઓ બંધ થઈ રહ્યા છે તો ક્યાંક કારીગરોની છટણી કરવામાં આવી રહ્યા છે. આવામાં લક્ષ્મી ડાયમંડ ઉદ્યોગમાં દર વર્ષે કારીગરોને પગાર વધારો આપવામાં આવતો હતો. તેજ રીતે આ વર્ષે પણ પગાર વધારવાની વાત જાન્યુઆરી મહિનામાં કરી હતી. ત્યાર પછી છેલ્લા 5 મહિનાથી કારીગરોની વારંવાર રજુઆત કરવા છતાં કોઈ જ પગાર વધારો કરાયો ન હતો. ત્યારે છેલ્લે રજુઆત કરતાં પગાર વધારો કરવાની ના પાડતા લક્ષ્મી ડાયમંડ ઉદ્યોગના 500 જેટલા કારીગરો હડતાલ પર ઉતર્યા છે.

હડતાડ -humdekhengenews

હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ

છેલ્લા બે વર્ષથી રિયલ હીરાની માગ ઘટી જ રહી છે. તેવામાં સુરતના લેબગ્રોન ડાયમંડની વૈશ્વિક બજારમાં માગ ઘટતા સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. જો કે, નાના મોટા હીરાના કારખાનામાં વેકેશનો લંબાવામાં આવ્યા છે. હીરા ઉદ્યોગોમાં વેકેશન પડેતો નાના મોટા તમામ વેપારીઓને તેની માઠી અસરો થાય જ છે. જોકે, હીરાના વેપારીઓ એક મહિના બાદ વિશ્વ બજારોમાં હીરાની ફરી માગ વધશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.

 આ પણ વાંચો : RTE હેઠળ પારદર્શી રીતે અપાયો પ્રવેશ, ખોટી રીતે પ્રવેશ મેળવેલ 621 બાળકોનો પ્રવેશ કરાયો રદ

Back to top button