ગુજરાત

ગુજરાતમાં નવા વર્ષે 50% ઘટેલી વીજમાગ ફરી વધી, જાણો કેટલા મેગાવોટનો વધારો થયો

Text To Speech
  • ગયા વર્ષે નૂતન વર્ષના પ્રથમ દિવસે 11,141 મેગાવોટ હતી
  • વીજળીની માગ પાછી 20,000 મેગાવોટે પહોંચી ગઈ
  • 1 હજાર મેગાવોટ વીજળી યુનિટદીઠ રૂ.પાંચના ભાવે ખરીદી

ગુજરાતમાં નવા વર્ષે 50% ઘટેલી વીજમાગ ફરી વધી છે. જેમાં 14મીએ વીજમાગ માત્ર 10 હજાર મેગાવોટ હતી. હજીયે રોજ 1 હજાર મેગાવોટ એક્સ્ચેન્જમાંથી પાંચ રૂ.ના ભાવે ખરીદાય છે. જેમાં નૂતન વર્ષના પ્રથમ દિવસે વીજમાગ 11,141 મેગાવોટ હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ વરસાદની માહોલની આગાહી, જાણો કયા પડશે ધોધમાર વરસાદ 

ગયા વર્ષે નૂતન વર્ષના પ્રથમ દિવસે 11,141 મેગાવોટ હતી

રાજ્યમાં દિવાળી પર્વ દરમિયાન વીજળીની પિક માગ ખાસ્સી ઘટી હતી, અને એમાંય નૂતન વર્ષના પ્રથમ દિવસે એટલે કે 14મી નવેમ્બરે તો વીજમાગ માત્ર 10,188 મેગાવોટ રહી હતી. જે ગયા વર્ષે નૂતન વર્ષના પ્રથમ દિવસે 11,141 મેગાવોટ હતી. આ વર્ષે ધનતેરસે યાને 12મી નવેમ્બરે પિકમાગ 20,500 મેગાવોટ હતી. અર્થાત્ ગત 14મીએ વીજમાગમાં 50 ટકાનો ધરખમ ઘટાડો થઈ ગયો હતો. જો કે હવે રાબેતા મુજબ જીવનચક્ર શરૂ થતાં વીજળીની માગ પાછી 20,000 મેગાવોટે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઈન ફ્લૂ ધીમી ગતિએ વકર્યો

1 હજાર મેગાવોટ વીજળી યુનિટદીઠ રૂ.પાંચના ભાવે ખરીદી

સૂત્રો એવું કહે છે કે, 20 હજાર મેગાવોટ વીજળીની જરૂરિયાત પણ રાજ્ય પોતાની મેળે પાર પાડી શકતું નથી. અત્યારે રાજ્યની માગ સંતોષવા માટે રાજ્ય સરકારની કંપની જીયુવીએનએલ ભારત સરકારના પાવર એક્સ્ચેન્જ કોર્પોરેશન પાસેથી રોજ અંદાજે 1 હજાર મેગાવોટ વીજળી યુનિટદીઠ રૂ.પાંચના ભાવે ખરીદી રહી છે. અત્યારે સરકારી વીજળી એકમો એટલે કે જીસેક હેઠળના વીજમથકોનું ઉત્પાદન ખાસ્સું ઘટી ગયું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આ વિસ્તારોમાં પાણી કાપ, જાહેર નોટિસ મારફતે શહેરીજનોને જાણ કરાઈ

6,677 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સામે 2,900 મેગાવોટ વીજળી પેદા થઈ રહી છે, જે ઉત્પાદન ગત 14મીએ માત્ર 1054 મેગાવોટ યાને 16 ટકા જેટલું હતું, જ્યારે 7938 મેગાવોટ કુલ સ્થાપિત ક્ષમતા ધરાવતા સોલાર એકમોમાંથી 4,300 મેગાવોટ તથા 7,550 મેગાવોટ ક્ષમતા ધરાવતા વિન્ડ એકમોમાંથી આશરે 1,500 મેગાવોટ વીજળી મળી રહી છે. જ્યારે ખાનગી વીજકંપનીઓ પાસેથી 4400 મેગાવોટ અને કેન્દ્રીય સાહસો પાસેથી આશરે 5 હજાર મેગાવોટ વીજળી મેળવાઈ રહી છે.

Back to top button