ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભાવનગર શહેરમાં 50 ટકા લોકોને પાણી નહીં મળે, જાણો શું છે કારણ

Text To Speech
  • મહાપાલિકા દ્વારા શેત્રુંજી પાઈપ લાઈન પર રીપેરીંગ કામગીરી હાથ ધરી
  • રીપેરીંગ કામગીરી પૂર્ણ થયા બાદ પાણી વિતરણ રાબેતા મુજબ કરવામાં આવશે
  • સીદસર ગામ, ઈશ્વરનગર આજુબાજુનો તમામ વિસ્તારમાં પાણી સપ્લાય બંધ

ભાવનગર શહેરમાં 50 ટકા લોકોને પાણી મળશે નહિ. જેમાં શહેર મહાપાલિકા દ્વારા શેત્રુંજી પાઈપ લાઈન પર રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવશે, જેના પગલે આશરે અડધા ભાવનગર શહેરમાં પાણી વિતરણ બંધ રહેશે.

આજે શેત્રુંજી પાઈપ લાઈન પર મેઇન્ટેનન્સ કામ કરવામાં આવશે

રીપેરીંગ કામગીરી પૂર્ણ થયા બાદ પાણી વિતરણ રાબેતા મુજબ કરવામાં આવશે. આજે શેત્રુંજી પાઈપ લાઈન પર મેઇન્ટેનન્સ કામ કરવા માટે સવારના 1૦.૦૦ કલાકથી સાંજ 6.૦૦ કલાક સુધી શટડાઉન લેવામાં આવશે, જેથી શેત્રુંજી ડેમમાંથી મળતી પાણીની આવક સવારના 10.૦૦ કલાકથી કામ પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. આ કારણોસર પાણી સપ્લાય ઘણા વિસ્તારોમાં બંધ રહેશે.

મેલડીમાંની ધાર, મ્યુની. કર્વાટર, બોરડીગેટ, આનંદનગર, ખેડૂતવાસ-1 વણકરવાસને અસર થશે

તખ્તેશ્વર ફિલ્ટર આધારિત આતાભાઈ-રૂપાણી સર્કલ વિસ્તાર વિદ્યાનગર આરટીઓ ઓફિસ વિસ્તાર, અનંતવાડીનો તમામ વિસ્તાર બાંભણીયાની વાડી ગુલાબવાડી આઈટીઆઈ પેડક વિસ્તાર ડીએસપી કચેરી વિસ્તાર તેમજ ડાયમંડ ઇએસઆર આધારિત મહાત્મા ગાંધી સોસાયટી, મેલડીમાંની ધાર, મ્યુની. કર્વાટર, બોરડીગેટ, આનંદનગર, ખેડૂતવાસ-1 વણકરવાસ, ડેરીરોડ, જોગીવાડ આજુબાજુનો વિસ્તારનો સમાવેશ થાય છે.

સીદસર ગામ, ઈશ્વરનગર આજુબાજુનો તમામ વિસ્તારમાં પાણી સપ્લાય બંધ

ઉપરાંત પ્રભુદાસ તળાવ ઇએસઆર આધારિત સવાભાઈનો ચોક, બુદ્ધદેવ સર્કલ પ્રભુદાસ તળાવ મઢુલી વિસ્તાર, નવાબંદર રોડ, આનંદવીહાર ચેરીટી કમિશનર, શિશુવિહાર વીસ્તાર, જમનાકુન્ડ, પોપટનગર, ઘનાનગર, પ્રેસરોડ, રૂવાપરી રોડ, વાલ્કેટગેટ આજુબાજુનો વિસ્તાર તેમજ ચિત્રા ફિલ્ટર આધારિત શાંતિનગર, શિક્ષક સોસાઇટી, નિર્ભય સોસાઇટી, ગણેશનગર, ગોતમેશ્વર સુખસાગર, કર્મચારી સોસાયટી મહાલક્ષ્મી સોસાયટી, પોલીસ લાઈન તથા હાદાનગર વિસ્તાર, સીદસર ગામ, ઈશ્વરનગર આજુબાજુનો તમામ વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે તેમ ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા જણાવેલ છે.

આ પણ વાંચો: ગુજરાત: પોલીસમાં નોંધણી વગર પરપ્રાંતીઓને મકાન ભાડે આપનારા ભરાયા 

Back to top button