ટ્રેન્ડિંગનેશનલ

આંધ્ર પ્રદેશની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, 50થી વધુ દર્દીઓને બચાવાયા

Text To Speech

વિશાખાપટ્ટનમ, (આંધ્રપ્રદેશ) 14 ડિસેમ્બર: વિશાખાપટ્ટનમની એક હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટના ઇન્ડસ હોસ્પિટલના બીજા માળે સર્જાઈ હતી. હાલમાં ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે હાજર છે. દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી. અધિકારીઓનું કહેવું છે કે તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જો કે, આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

હોસ્પિટલમાં 50થી વધુ દર્દીઓ સારવાર હેઠળ હતા

પોલીસ કમિશનર (CP) રવિશંકર અય્યાનારે આ દુર્ઘટનાને લઈ માહિતી આપી કે, વિશાખાપટ્ટનમની ઈન્ડસ હોસ્પિટલમાં બપોરે 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ત્યાં લગભગ 50-70 દર્દીઓ હતા. અમે બધા દર્દીોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. આગનું કારણ ઓપરેશન થિયેટરમાં હોવાનું જણાય છે. જો કે આ મામલે હાલ કંઈ કહી શકાય તેમ નથી. તપાસ બાદ જ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે.

જૂઓ બપોર સુધીના ટૉપ-10 સમાચાર અમારી યુટ્યુબ ચેનલ પર

સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી

હોસ્પિટલમાં અચાનક જ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓ, સગાં-વહાલા, ડૉક્ટરનો સ્ટાફ અને અન્ય કર્મચારી હોસ્પિટલની બહાર દોડી આવ્યા હતા. જો કે, સમયસર લોકો હોસ્પિટલની બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી. હાલ ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ: ભઠ્ઠાની ચીમની કામદારો પર પડતા 3 કામદારોના મૃત્યુ, 30 ઘાયલ 

Back to top button