50 મિનિટનો ઈન્ટરવ્યુ અને ગૂગલમાં ઈન્ટર્નશિપ! એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીનું આ રીતે સપનું થયું સાકાર
- X પરના એક થ્રેડમાં વિદ્યાર્થિનીએ 2025માં Google સોફ્ટવેર એન્જિનિયરિંગ સમર ઈન્ટર્નશિપ માટે સખત પસંદગી પ્રક્રિયાની વિગતો શેર કરી
ઉત્તર પ્રદેશ, 31 ઓગસ્ટ: નોઈડાની ત્રીજા વર્ષની કમ્પ્યૂટર સાયન્સની વિદ્યાર્થિની ઈશા સિંહે ગૂગલમાં ઈન્ટર્નશિપ મેળવી છે, જે ઘણા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે એક સ્વપ્ન હોય છે. X પરના એક થ્રેડમાં, ઈશાએ 2025માં Google સોફ્ટવેર એન્જિનિયરિંગ સમર ઈન્ટર્નશિપ માટે સખત પસંદગી પ્રક્રિયાની વિગતો પ્રદાન કરી હતી. જૂનમાં, તેણીને તેની કૉલેજના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ તરફથી એક ઈમેલ મળ્યો, જેમાં તેને Googleની સમર ઈન્ટર્નશિપ હાયરિંગ માટે ફોર્મ ભરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. ફોર્મ ભર્યા પછી, તેણીએ વર્ચ્યુઅલ કરિયર ટૉકમાં (career talk) ભાગ લીધો અને બે મુશ્કેલ ગ્રાફ અને ડાયનેમિક પ્રોગ્રામિંગ પ્રશ્નોથી સમાવિષ્ટ ઓનલાઈન મૂલ્યાંકન દીધું.
અહીં જુઓ ટ્વિટ:
ઈશાએ X પર એક થ્રેડમાં શેર કરીને કેપ્શનમાં લખ્યું, “આખરે, મને @Google તરફથી સોફ્ટવેર એન્જિનિયરિંગ ઈન્ટર્ન 2025 માટે ઑફર મળી. આ બધું કેવી રીતે થયું તે અહીં છે.”
Finally, got an offer from @Google for software engineering intern 2025.
Here goes the thread for how it all happened!!
— Isha (@Isha_s8) August 26, 2024
ઈશાને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી, જ્યાં તેણીએ ડેટા સ્ટ્રક્ચર્સ અને અલ્ગોરિધમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા બે ટેકનિકલ રાઉન્ડનો સામનો કર્યો. તેણીએ લખ્યું કે, “ઇન્ટરવ્યુ બીજા જ દિવસે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું, જેમાં અમને તૈયારી કરવા માટે કોઈ સમય મળ્યો નહીં. ઇન્ટરવ્યુના બે રાઉન્ડ હતા, જેમાંથી દરેક મુખ્યત્વે ડેટા સ્ટ્રક્ચર્સ અને અલ્ગોરિધમિક સમસ્યા-નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બંને રાઉન્ડ એલિમિનેટિવ હતા.
તેણીએ આગળ કહ્યું કે, પ્રથમ ઇન્ટરવ્યુ, જે 50-મિનિટનું સત્ર હતું, તેમાં ડેટા સ્ટ્રક્ચર્સ અને એલ્ગોરિધમ્સ પરના બે જટિલ પ્રશ્નો સાથે તેણીની સમસ્યા-નિરાકરણ કુશળતાની ચકાસણી કરવામાં આવી હતી. બીજુ ઇન્ટરવ્યુ, જે 45 મિનિટ સુધી ચાલ્યું, તે જ પેટર્નને અનુસરતું હતું, જેમાં તેમની કુશળતાનું મૂલ્યાંકન કરવા માટે રચાયેલા સખત પ્રશ્નોની શ્રેણી હતી.
આ પણ જૂઓ: NPS Benefits: ઉંમર 40 વર્ષ… તો કરો આ કામ, દર મહિને મળશે 50000 રૂપિયાનું પેન્શન, જાણો કેવી રીતે?