ઉત્તર ગુજરાત

રેલીમાં જોડાવા ડીસાના 50 ખેડુતો ટ્રેક્ટર સાથે પહોંચ્યા ગાંધીનગર

Text To Speech

પાલનપુર: ગાંધીનગર ખાતે જગતના તાત તેમની વિવિધ માગણીઓને અને લઈને છેલ્લા 21 દિવસથી સતત આંદોલન કરી રહ્યા છે. દરરોજ નવા -નવા કાર્યક્રમ ખેડૂતો દ્વારા આપવામાં આવી રહ્યા છે. છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ત્યારે ગુરુવારે 200 ટ્રેક્ટર સાથે રેલી યોજવા ગાંધીનગરમાં આયોજન કરાયું હતું. જેમાં ડીસા તાલુકાની કારોબારીના સભ્યો અને તાલુકા પ્રમુખ સહિત 50થી પણ વધુ ખેડૂતો ટ્રેકટર લઈને આ રેલીમાં ભાગ લેવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા.

વિવિધ મુદ્દાઓને લઈને સરકારને જગાડવા યોજાઇ છે રેલી

ખેડૂતો દ્વારા વિવિધ માગણીઓ કરવામાં આવી રહી છે જેમાં મીટર હટાવવા, ચેકડેમ બનાવીને બનાસ નદીને જીવંત કરવા, અગાઉ થયેલો સર્વે રદ કરી ખેડૂતોને સાથે રાખી સર્વે કરવા સહિતની અન્ય 26 જેટલી માંગણીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. આ માગણીઓને લઈને સરકારને જગાડવા માટે ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ રેલી નીકળી ત્યારે ‘જય શ્રી રામ’ , ‘જય જવાન- જય કિસાન’ ના સૂત્રો ખેડૂતોએ પોકારીને વાતાવરણ ગુંજવી દીધું હતું.

Back to top button