સાળંગપુર મંદિરમાં 50થી વધુ વેપારી અગ્રણીઓએ લક્ષ્મીજી અને ચોપડા પૂજન કર્યું
- સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં સમૂહ ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું
બ્યુરો રિપોર્ટ : ઉમેશ ગોરાહવા, બોટાદ
બોટાદ: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આજે દિવાળીના પર્વ નિમિત્તે સમૂહ ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં 50થી વધુ વેપારી અગ્રણીઓએ શાસ્ત્રોક્ત વિધિથી લક્ષ્મી અને ચોપડા પૂજનનો લાભ લીધો હતો. સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુમાં દિવાળીના પર્વ નિમિત્તે આજે દાદાને ફૂલોના શણગાર કરવામાં આવ્યો છે.
દિવાળી એટલે અનેક પર્વોનો સમૂહ
વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ અને આજે દિવાળી એટલે દિવડા, ફટાકડા અને ચોપડા પૂજનનો તહેવાર. ચોપડા પૂજન દ્વારા શ્રી1।।નો અને શુભ લાભનો સંદેશ આપણી પરંપરામાં પ્રચલિત છે. વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ખાતે પરિસરમાં સમૂહ ચોપડા કરાયુ હતું. પૂજનમાં અલગ અલગ ગામોથી આવેલા 50 જેટલા વેપારી પ્રતિનિધીઓએ પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તેમજ કોઠારી સ્વામી વિવેકસાગર દાસજી દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત શાસ્ત્રી હરિપ્રકાશદાસજીએ પૂજકોને આશીર્વાદ પાઠવ્યા હતા.
દાદાના દરબારમાં ચોપડા પૂજન કરીને વેપારીઓ અને તમામ ગ્રામજનોએ ધન્યતા અનુભવી
હરિપ્રકાશ સ્વામીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારમાં લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનું સનાતન હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહત્ત્વ છે. સૌ-સૌની રીતે તમામ વેપારીઓ ચોપડા પૂજન કરતા હોય છે. પણ સાળંગપુરમાં દાદાના દરબારમાં ચોપડા પૂજન કરીને વેપારીઓ અને તમામ ગ્રામજનો ધન્યતા અનુભવે છે. કારણ કે હનુમાન દાદા અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા છે. એટલે અહીં દાદાના સાનિધ્યમાં ચોપડા પૂજન કરીને ધન્યતા અનુભવાય છે.
આ પણ વાંચો, ઉત્તરાખંડમાં ટનલની અંદર ભૂસ્ખલન થતા 40 મજૂરો ફસાયા