ગુજરાત

સુરતના સુંવાલી દરિયાકિનારે ન્હાવા ગયેલા 5 યુવકો ડૂબ્યાં; 1નું મોત, ત્રણ લાપતા, એકનો બચાવ

Text To Speech

સુરતઃ સુંવાલી દરિયાકિનારે આજે રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ મોજ મસ્તી ઉમટ્યાં હતા. ત્યારે ભટારના આઝાદનગર અને ઈચ્છાપુર વિસ્તારના કુલ 5 લોકો ન્હાતા સમયે ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે 1 યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને અન્ય એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે 4 યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ઈચ્છાપુર વિસ્તારમાં ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય સચીનકુમાર જાતવ દરિયામાં ડૂબી જતા ફાયરવિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ભટાર વિસ્તારના આઝાદનગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા 23 વર્ષીય સાગર પ્રકાશનું ડૂબતા મોત નીપજ્યું છે. આ ઉપરાંત આઝાદનગરમાં રહેતા શ્યામ સંજય સાઉદકર અને અકબર યુસુફ શેખ પણ લાપતા છે. આઝાદ નગરના ચાર યુવકોમાંથી વિક્રમ દિલીપ સાલવેને બચાવી લેવામાં આવ્યો હતો.

ફાયર ઓફિસર કીર્તિ મોઢે જણાવ્યું કે, કુલ પાંચ જેટલા ઈસમો દરિયામાં ડૂબી ગયાની ઘટના અમને જાણ થતાંની સાથે જ ફાયરવિભાગની ટીમ સુંવાલી દરિયા કિનારે ખાતે પહોંચી હતી. રવિવાર હોવાને કારણે હજારોની સંખ્યામાં અહીં સહેલાણીઓ આવ્યા હતા. તેના કારણે ખૂબ ટ્રાફિક હોવાને કારણે અમને પહોંચવામાં પણ ઘણો સમય લાગ્યો હતો. કુલ 5 પૈકી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. તેમજ અન્ય ચાર લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મોડી સાંજ બાદ શોધખોળ થઈ શકે તેમ ન હોવાથી આવતીકાલે સવારે ફાયર વિભાગની ટીમ દ્વારા જે લાપતા છે તેમને શોધવાની કામગીરી કરવામાં આવશે.

Back to top button