ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 5 યુવકોના મૃત્યુ

Text To Speech
  • જંક ફૂડ અને ખરાબ લાઇફ સ્ટાઇલના લીધે યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો
  • યુવાનની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું
  • દક્ષિણ ગુજરાતમાં હૃદયની બિમારીના કેસ વધ્યા છે

ગુજરાતમાં જંક ફૂડ અને ખરાબ લાઇફ સ્ટાઇલના લીધે યુવાનોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. તાજેતરમાં જ વલસાડના પારડી તાલુકાના 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકમાં મૃત્યુ થયું છે. ચોંકાવનારી વિગત એ છે કે, આ દક્ષિણ ગુજરાતમાં હૃદયની બિમારીથી થયેલો પાંચમો કિસ્સો છે.

રાજદીપ સિંહ ઠાકોર તલાટી કમ મંત્રીને હાર્ટ એટેક આવ્યો

પારડી તાલુકાના 25 વર્ષીય યુવક રાજદીપ સિંહ ઠાકોર તલાટી કમ મંત્રીને હાર્ટ એટેક આવતાં બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. તબીબી પરીક્ષણમાં તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આમ છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 5 જેટલા યુવકોના હાર્ટ એટેક મોત નીપજ્યા હોવાનું કહેવાય છે.

યુવાનની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું

સુરત શહેરમાં ઘણાં સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાનો સિલસિલો યથાવત્ છે. તેવા સમયે મોટા વરાછામાં 27 વર્ષીય યુવાન, સરથાણામાં 30 વર્ષીય યુવાન, લિંબાયતમાં 36 વર્ષીય યુવાન અને સારોલીમાં 41 વર્ષીય યુવાનની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. આમ 24 કલાકમાં જ આ રીતે યુવાનો મોતને ભેટતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં યોજાશે BAPSનો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’, તડામાર તૈયારી શરૂ

Back to top button